meena dog

Dog meena: વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ (શ્વાન) મીનાને અંતિમ સન્માન

Dog meena: સ્નિફર ડોગ સ્વ.મીનાએ વડોદરા શહેર જિલ્લા તેમજ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વી.વી.આઇ.પી બંદોબસ્ત ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ વી.વી.આઇ.પી બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૭ જૂન:
Dog meena: પોલીસ દળમાં ચોરી,લૂંટફાટ, હત્યા,બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. આ કામગીરી માટે પોલીસ શ્વાન ટુકડીમાં ઊંચી નસ્લના તાલીમબધ્ધ શ્વાન હોય છે જે પોલીસને વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બને છે.એમ પણ કહેવાય છે કે શ્વાન બહુ જ વફાદાર પ્રાણી છે જેની ચકોરતા અને સુંઘવા/ ગંધ પારખીને પગેરૂ શોધવાની શક્તિ નો રાજ્ય પોલીસ દળ ખૂબ લાંબા સમયથી લાભ લઈ રહ્યું છે.

શ્વાન દળના ડેની અને સમ્રાટે આપી સલામી

Dog Meena VDR police

વડોદરા શહેર પોલીસ મુખ્ય મથકમાં ડોગ સ્કવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતા (Dog meena) “મીના” (માદા)જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થયું હતું.આ માદા જર્મન સ્નિફર ડોગ શહેર પોલીસના શ્વાન દળમાં જૂન – ૨૦૧૪ થી ફરજ બજાવતી હતી.

સ્વ.મીના (Dog meena) સ્નિફર ડોગને પુરા સન્માન સાથે ડોગ સ્કવોડના અન્ય બે સાથી ડોગ ડેની અને સમ્રાટ દ્વારા શ્વાન દળ ની પરંપરા અનુસાર સલામી આપી અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોડના કર્મચારીઓ દ્વારા અંતિમ વિધી કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

વડોદરા શહેર પોલીસ શ્વાન દળના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી.શુકલે જણાવ્યું કે શ્વાન દળમાં ચોરી, હત્યાનો ભેદ ઉકેલવા જે ડોગની મદદ લેવાય છે તેને ટ્રેકર તરીકે ઓળખવામાં આવે છે જેને માનવ ગંધ પારખવાની તાલીમ આપવામાં આવે છે.જ્યારે સ્નિફર ડોગને વિસ્ફોટક પદાર્થ (Explosive) શોધવાની અદ્યતન તાલીમ આપવામાં આવે છે.

આ પણ વાંચો…

પૂણે સ્થિત સ્ટાર્ટ-અપ આલ્કોહોલ મુક્ત હેન્ડ સેનેટાઈઝર (Alcohol free hand sanitizer) બજારમાં ઉતારવા તૈયાર

તેમણે ઉમેર્યું કે પોલીસ દ્વારા વી.વી આઇ.પી વી.આઇ.પી મુલાકાત ઉપરાંત વિસ્ફોટક પદાર્થ શોધવા, મોબ ડ્રીલ અને ડેમોસ્ટ્રેશનમાં સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે. સ્નિફર ડોગ વી.વી.આઇ.પી અને વી.આઇ.પી મહાનુભાવોની મુલાકાત ઉપરાંત રથયાત્રા જેવા પ્રસંગોએ નિર્ધારિત માર્ગ પર વિસ્ફોટક પ્રદાર્થની શોધખોળ માટે સ્નિફર ડોગ ની મદદ લેવામાં આવે છે.

સ્નિફર ડોગ સ્વ.મીનાએ (Dog meena) વડોદરા શહેર જિલ્લા તેમજ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વી.વી.આઇ.પી બંદોબસ્ત ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ વી.વી.આઇ.પી બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.