netradan awareness

Eye Donation Awareness: અમદાવાદ ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા જનજાગૃતિ માટે ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમનો આયોજન

અમદાવાદ, 06 સપ્ટેમ્બર: Eye Donation Awareness: રાષ્ટ્રીય ચક્ષુદાન સપ્તાહ નિમિત્તે અમદાવાદ ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા જનજાગૃતિ માટે ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત કાંકરિયા ખાતે Awareness walk વનું આયોજન કરવામાં આવ્યું મોર્નિંગ વોકર્સને યક્ષુદાન અંગેની માહિતી આપવામાં આવી તે અંગેનો પેમ્પ્લેટ આપવામાં આવ્યા

આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા આંખના નિષ્ણાત દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો અને ઉત્સાહપૂર્વક આ કામગીરીમાં આગળ વધી વધુમાં વધુ ચક્ષુદાન થાય તે માટે કામગીરી કરવા સંકલ્પ કરવામાં આવ્યો. સોલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાનકડી ના ટીકા સ્વરૂપે ચક્ષુદાન જાગૃતિ (Eye Donation Awareness) માટે જાહેર જનતાને સંદેશ આપવામાં આવે.

Wounds in life: કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે: ચૌધરી રશ્મિકા “રસુ “

અમદાવાદમાં સક્રિય એવા આઈ બેંક ઇન્ચાર્જ એવા આંખના નિષ્ણાત ડોક્ટરોનું સન્માન કરવામાં આવે જેથી અન્યને પણ આ ક્ષેત્રે કામગીરી કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળે. સમાજમાં રહેલ ચક્ષુદાન (Eye Donation Awareness) માટેની ગેર માન્યતાઓ અને લોકોના પ્રશ્નો નો જવાબ આપી ચક્ષુદાન માટે જાગૃતતા આવે તે માટે નિષ્ઠાપૂર્વક આંખના સર્જનો દ્વારા પ્રયત્ન કરવામા આવ્યો

Ahmedabad Ophthalmological society ના ઉપપ્રમુખ ડોક્ટર આશિષ ભોજક અને સેક્રેટરી ડોક્ટર મોહક શાહ ના જણાવ્યા પ્રમાણે ભારતમાં અંદાજિત સવાથી દોઢ લાખ લોકો કોર્નિયલ બ્લાઇન્ડનેસ ધરાવે છે અને તેમાં દર વર્ષે 25 થી 30 હજાર દર્દીઓનો વધારો થાય છે તેની સામે ચક્ષુદાન નું પ્રમાણ 20000 થી 22000 નું છે

અને એક અંદાજ પ્રમાણે હાલમાં ભારતમાં દસેક લાખ લોકો cornealnટ્રાન્સપ્લાન્ટ માટે પ્રક્ષુદાનની રાહ જોઈ રહેલ છે. તો આ ગાળો પૂરો કરવા માટે યક્ષુદાન માટે જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *