E2Ox7GHVUAA z4f

Fact check: શું ખરેખર વેક્સીન લીધાના 2 વર્ષમાં જ થઇ જાય છે મૃત્યુ? જાણો નોબલ પુરસ્કારના નામે વાયરલ થયેલા મેસેજની હકીકત

નવી દિલ્હી, 25 મેઃFact check: ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટાગ્નિયરનો હવાલો આપતા એક નકલી ઇ-મેલમાં જણાવાયું છે કે કોરોના રસી લેનારાઓનું મૃત્યુ નિશ્ચિત છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં કોવિડ-19 રસી વિશે કરવામાં આવતા દાવાને(Fact check) નકારી કાઢ્યો છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટાગ્નિયરને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઇ પણ વેક્સીન લેનાર વ્યક્તિની બચવાની કોઇ સંભાવના નથી.

ભારત સરકારની પત્ર માહિતી કાર્યાલયે આ દાવાને પાયાવિહોણા(Fact check) ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે કોવિડ-19 રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકારે લોકોને આવી સામગ્રી ફેલાવવાનું ટાળવાની વિનંતી કરી છે. ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટાગ્નિયરના હવાલો આપતા એક ફેક ઇ-મેલમાં જણાવાયુ છે કે, કોરોના વેક્સીન લેનારનું મૃત્યુ નિશ્વિત છે. જે સંપૂર્ણ રીતે ખોટુ અને ભ્રામક છે. તેથી જ આ પ્રકારની કોઇ પણ અફવાહ(Fact check)થી બચવાની સલાહ આપે છે.

Fact check

Fact check: દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 69 લાખથી વધારે થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 લાખ 6 હજારથી વધારે લોકોને કોરોના મહામારી ભરખી ગઇ છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં આ મહામારીના કારણે ત્રણ લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

Fact check

આ પણ વાંચો…..

બુદ્ધ પૂર્ણિમા(Buddha purnima): આજના દિવસે જાણો ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન ગૌતમ બુદ્ધ વિશે