buddha purnima 02

બુદ્ધ પૂર્ણિમા(Buddha purnima): આજના દિવસે જાણો ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન ગૌતમ બુદ્ધ વિશે

ધર્મ ડેસ્ક, 26 મેઃBuddha purnima: ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધ હતા તેઓ ગૌતમ બુદ્ધ ના નામે પણ જાણીતા છે.તેઓ એ બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી તે આજે સંસાર ના ચાર મોટા ધર્મો પૈકી નો એક છે.વિવાહ સમયે તેનું નામ સિદ્ધાર્થ હતું વિવાહ પછી તેના સાંસારિક જીવન માં તેમને રસ ના લાગ્યો તેથી તે સંસાર ત્યાગ કરી ને પ્રભુ ભજવા નીકળી ગયા.બોદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવતા હતા.ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ (Buddha purnima)૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.ગૌતમ બુદ્ધ પોતાના લગ્ન પછી પુત્ર રાહુલ અને પત્ની યશોધરાને છોડીને સંસારનો મોહ માયા અને દુઃખોમાંથી મુક્તિ અપાવવાના રસ્તે નીકળી પડ્યા હતા.

Buddha purnima

બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ(Buddha purnima) તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા.ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.

Buddha purnima

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ(Buddha purnima) ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધ અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયમાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે. ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્ય વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં

આ પણ વાંચો….

Gift for patient: જન્મદિન અને મેરેજ એનિવર્સરીને યાદગાર બનાવવા સુરતના આ બે પરિવારે આપી સમાજને મદદ મળે તેવી ભેટ