Manoj shashidhar

IPS Manoj Shashidhar: વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી, મનોજ શશીધરની પસંદગી થઈ

સીબીઆઇમાં (IPS Manoj Shashidhar) સંયુક્ત નિદેશક તરીકે તેમણે એન્ટી કરપ્શન હેડક્વાર્ટર -2, એસઆઇટી અને સિસ્ટમ વિભાગના ઇન્ચાર્જ છે.


અમદાવાદ , ૧૪ ઓગસ્ટ: IPS Manoj Shashidhar: ગુજરાત માટે ગૌરવ. સીબીઆઈના સંયુક્ત નિદેશક મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સુરતમાં પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા, રાજકોટમાં આઇજી વગેરે તરીકે સેવા આપી છે.

સીબીઆઇમાં (IPS Manoj Shashidhar) સંયુક્ત નિદેશક તરીકે તેમણે એન્ટી કરપ્શન હેડક્વાર્ટર -2, એસઆઇટી અને સિસ્ટમ વિભાગના ઇન્ચાર્જ છે.

આ પણ વાંચો…Aazadi ka amrut mahotsav: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગાની રોશનીમાં ઝગમગી ઉઠશે કેટલાય દેશોની પ્રસિદ્ધ બિલ્ડીંગો

તેઓ (IPS Manoj Shashidhar) વિજય માલ્યા કેસ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ, અનિલ દેશમુખ કેસ જેવા કેટલાક કેસો પર નજર રાખી રહ્યા છે અને તેમના વિભાગે કેટલાક મોટા ભ્રષ્ટાચારના કેસો શોધી કાઢ્યા છે

જેમ કે ગુવાહાટીમાં તૈનાત રેલવે એન્જિનિયરનો 1 કરોડનો ટ્રેપ કેસ (સીબીઆઈના ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેપ કેસ), અન્ય રેલવે એન્જિનિયર (નિવૃત્ત)નો ટ્રેપ કેસ, જેમાં કરોડોની રોકડ/બેંક જમા ઉપરાંત ટ્રેપ મની અને 25 કિલોથી વધુની સોનાની પટ્ટીઓ મળી આવી હતી.

Whatsapp Join Banner Guj