IMG 20201001 WA0007 1

જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન

જામનગરમાં કોરોના ની બીમારી ને મ્હાત આપ્યા પછી જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૧ઓક્ટોબર: જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી ના વિકાસ અધિકારી તરીકે કામ કરતા એક કોરોના સંક્રમિત દર્દી ખરા અર્થમાં કોરોના વોરિયર બન્યા છે. જેઓએ કોરોના ની બીમારી ને મ્હાત આપીને અન્ય કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર મા મદદરુપ થવા માટે સતત ચોથી વખત જી.જી.હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેનું જામનગરના કોરોના સેવિયર ગ્રુપ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા અને એલ.આઇ.સી ના વિકાસ અધિકારી કે અધિકારી તરીકે કામ કરતાં નિતીન મણિલાલ સોનેયા (ઉંમર વર્ષ ૫૧) કે જેઓ ગત ૩૦મી જૂને કોરોના સંક્રમિત બન્યા હતા, અને ૧૪ દિવસની કોરોના ની સારવાર પછી તેઓ કોરોના ને મ્હાત આપીને ઘેર પરત ફર્યા હતા.
ત્યાર પછી તેઓને જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવા માટેની અપીલ સાથેની કલીપ જોવા મળી હતી. જેનાથી પ્રેરાઈને સૌપ્રથમ જામનગરની જી.જી હોસ્પિટલ ની બ્લડબેંક માં પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કર્યા હતા. તેના આધારે બે કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ચઢાવવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓને જીજી હોસ્પિટલના તજજ્ઞ તબીબો તરફથી સમજ આપવામાં આવતા પ્લાઝમા દર પંદર દિવસે ડોનેટ કરી શકાય છે તેવી માહિતી મળી હતી.

img 20201001 wa00072478145311763379606

જેથી અત્યાર સુધીમાં તેઓએ સતત ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે અને તેના આધારે કુલ આઠ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા નો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે.
નિતિનભાઈ સોનૈયા કે જેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર એવા કોરોના વોરિયર્સ છે, કે જેમણે સતત ચાર ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. અને હજુ પણ તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે તત્પર છે. જેથી તેઓને જામનગરના કોરોના સેવિયર ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામનગરના ઓર્થોપેડિક સર્જન ડો. કે એસ મહેશ્વરી ની રાહબરી હેઠળ ચાલતા કોરોના સેવિયર ગ્રુપના બીપીનભાઈ શેઠ, મોનાબેન શેઠ, ઉપરાંત બ્લડ બેન્કમા પ્લાઝમા ના દર્દીઓ ને ખૂબ જ સહાયક એવા જીજ્ઞાબેન તન્ના, વેપારી અગ્રણી બીપીનભાઈ કનખરા, કોર્પોરેટર કેતનભાઇ નાખવા, પત્રકાર સંજય ભાઈ આઈ.જાની, ભરતભાઇ રાવલ વગેરેની ઉપસ્થિતિમાં નીતિનભાઈ સોનિયા નું સર્ટીફીકેટ અને બેઝ આપી સન્માન કરવામાં આવ્યું હતું.