praveg book launch

Kavi Paras Patel: કવિ પારસ પટેલના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું વિમોચન

Kavi Paras Patel: હોળી ધૂળેટી પર્વ પૂર્વે સાહિત્ય રસિકોને સાહિત્ય ગુલાલનો મળ્યો પ્રસાદ

કવિ પારસ પટેલના (Kavi Paras Patel) કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના હસ્તે વિમોચન

  • કવિ કલાપીને જોયા નથી પણ આપણી માટે તો પારસભાઈ જ કવિ કલાપીઃ ગગજી સુતરિયા
  • સર્જકના લેખનમાં સપ્ત રસ,કવિએ પારસ કથા બેસાડવી પડે તેવું વિસ્તૃત સર્જનઃ ભાગ્યેશ જ્હા 
  • કવિનું સર્જન વિશિષ્ટ અને નોખી ભાત પાડનારૂં, કવિએ કવિતાને ભારે લાડ લડાવ્યા રામ મોરી

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: Kavi Paras Patel: ગુજરાતી સાહિત્યના અનેરાં કવિ અને સર્જક પારસ પટેલ રચિત કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નો વિમોચન સમારોહ ગત શનિવારે સાંજે અમદાવાદમાં નામી અનામી સાહિત્યપ્રેમીઓ,સાહિત્ય રસીકો અને કલા મમર્જ્ઞોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મૂળ મહેસાણાના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલાં બિલ્ડર,સિવિલ એન્જિનિયર તથા (Kavi Paras Patel) કવિ-સર્જક પારસ પટેલના પ્રથમ કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-1 બાદ તેમના દ્રારા પ્રણય, માતાનો સ્નેહ અને ગામ છોડી શહેર આવવાની મનોવ્યથાને શબ્દ ચિત્રરૂપે કાવ્ય રસથી તરબતોર કરતી 71 કાવ્યરચનાઓ અને મુક્તકોના વિશાળ સંપુટ સાથે પ્રણયોત્સવ-2ના વિમોચનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા,સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા,વરિષ્ઠ પત્રકાર અને તંત્રી અજય ઉમટ, ફિલ્મ કલાકાર અર્ચન ત્રિવેદી સહિત પરિવારજનો તથા આંમત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2ના વિમોચન પૂર્વે પ્રવેગ લિમિટેડના ચેરમેન અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ વિષ્ણુ પટેલે ઉપસ્થિત તમામને આવકાર્યા હતા. તેમણે સ્વાગત પ્રવચન કરતાં પારસ પટેલને ઉત્તરગુજરાત અને મહેસાણાના અનોખાં સર્જક તરીકે બિરદાવી તેમના વ્યકિતત્વમાં કોમર્સ, કુટુંબ, અને સર્જનનો ત્રિવેણી સંગમ હોવાનું પણ જણાવ્યું હતું. તો, સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ કવિ પારસ પટેલને પ્રેમની આંતરિક ઝીંક ઝીલી શબ્દમાં વ્યક્ત કરતા કવિ તરીકે નવાજ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે,કવિ કલાપીને જોયા નથી પણપારસ પટેલ આપણા માટે કવિ કલાપી જ છે.

Kavi Paras Patel

ઉપરાંત તેમણે આ ઉતમ સર્જનનો શ્રેય પારસભાઈ પટેલના પત્ની સુનીતાબેનને આપ્યો હતો. ઉપરાંત તેમણે મેહસાણા વેપારનું કેન્દ્ર બિંદું છે સર્જકોનું નહિ. એ મ્હેણું પારસ પટેલે તેમના બે ઉત્તમ સર્જનો થકી તોડી નાંખ્યું હોવાનું કહી તમામ મહેસાણા વાસીઓને તેનું ગર્વ અને ગૌરવ હોવું જોઈએ તેમ જણાવ્યું હતું.

જયારે,ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જક,શ્રેષ્ઠ વક્તા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશજ્હાએ અધ્યક્ષિય સંબોધનમાં જણાવ્યું કે, પારસ પટેલના સ્પર્શથી શબ્દ ખીલી ઊઠે છે,સર્જકના લેખનમાં સપ્ત રસ છે જે ભાવકને એક અનેરી અનુભૂતિ કરાવે છે.તેમણે સર્જક પારસ પટેલના સર્જનમાં પ્રણય,વતન ઝુરાપો સાથે વિવિધતા હોવાનું જણાવ્યું હતું. આ તકે તેમણે પારસ પટેલે પોતાના સર્જનના વિવરણ માટે પારસ કથા બેસાડવી પડે તેવું વિસ્તૃત સર્જન હોવાનું કહ્યું હતું. સાથે જ તેમણે આ કાવ્યસંગ્રહમાં ઉપનિષદનો મર્મ હોવાની સાથે આધ્યાત્મિક્તાની અનુભૂતિ થતી હોવાનું પણ કહ્યું હતુ.

જયારે,કાર્યક્રમના સંચાલક અને જાણીતા સર્જક રામ મોરીએ પારસ પટેલનું સર્જન વિશિષ્ટ અને નોખી ભાત પાડનારૂંહોવાની સાથોસાથ તેમાં વિવિધતા સાથે તેમના સર્જનની ઊંડાઈ શબ્દમાં પ્રાણ ફૂંકે છેતેમ જણાવ્યું હતું. તેમણે અંતમાં કવિ પારસ પટેલે કવિતાને ભારે લાડ લડાવ્યા હોવાનો મીઠો ટહુકો પણ કર્યો હતો.

ઉપરાંત,.આ વિમોચન પ્રસંગે જાણીતા ફિલ્મ કલાકાર બેલડી અર્ચન અને જિગીષા ત્રિવેદી એ પારસ પટેલનાં કાવ્યો અને મુક્તકનું રસમય રીતે વાચિકમ કરી શ્રોતાને તરબર કર્યા હતા.

અંતમાં પોતાના સ્વ સર્જન માટે કવિ પારસ પટેલે વ્યકિતગત અનુભૂતિની વાત રજૂ કરી હતી. તેમણએ સર્જન યાત્રા અંગે જણાવ્યું કે, 13 કે 14 વર્ષની વયે કલાપીને વાંચ્યા બાદ તેમના પ્રભાવમાં કવિતા ઘૂંટાતી ગઈ. પછી રમેશ પારેખ અને મિર્ઝા ગાલિબને વાંચ્યા અને સાહિત્યકારોના ભાવ વિશ્વને અનુભવી15 વર્ષની ઉંમરે તેમને લખાણ તરફ ઢોળાવ વધ્યો હતો.

આ મારો સાવ જ ખાનગી અધ્યાય હતો. જો કે, અર્થ ઉપાર્જનની જવાબદારીના સમયે સર્જન ન થતું, પણ અનુભૂતિ તો થતી જ. કોરોનાકાળ દરમિયાન મે મારા ઘરે જે સર્જ્યું તેને સંકલિત કર્યું તો પ્રણયોત્સવ ભાગ – ૨ આપણને મળ્યું. મે મારા સર્જનમા જે જીવ્યો એ જ શબ્દસ્થ કર્યું. સરળ શબ્દોમાં ઉત્તર ગુજરાતના ગ્રામીણ જીવનના ચિત્રોને શબ્દોમાં રજૂ કર્યા. મને પ્રેમના વિવિધ સ્વરૂપો વિશે લખવું ગમે છે. લય અને છંદમાં મારી લાગણી રજૂ થાય એ મને ગમે. આજે જે પુસ્તકનો બીજો ભાગ પ્રકાશિત અને વિમોચિત થયું એ મારું મારી કવિતાઓ સાથે નું અંગત જોડાણ છે. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:Atmanirbhar swanidhi yojana: અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

One thought on “Kavi Paras Patel: કવિ પારસ પટેલના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું વિમોચન

  1. પ્રણયોત્સવ ભાગ-2ના વિમોચન પ્રસંગને વાંચ્યો. ખૂબ જ ખુશી થઈ.
    પારસ પટેલને લાખેણા અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *