Loan

Personal Loan Rules: પર્સનલ લોન કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય? જાણો શું છે નિયમ

Personal Loan Rules: જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો સરકારી કે કોઈ પણ ખાનગી બેંક તમને સરળતાથી પર્સનલ લોન આપી દેશે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 15 એપ્રિલઃ Personal Loan Rules: પર્સનલ લોન આજના સમયમાં લેવી ખૂબ જ સરળ છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો સરકારી કે કોઈ પણ ખાનગી બેંક તમને સરળતાથી પર્સનલ લોન આપી દેશે. પરંતુ પર્સનલ લોન લેતી વખતે લોકોના મનમાં ઘણી વખતે સવાલ આવે છે કે શું પર્સનલ લોનને કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે કે નહીં.

આ પણ વાંચો:- Anushka Act In Korean Films: કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની અનુષ્કા, જુઓ ફોટોઝ

  • સામાન્ય રીતે પર્સનલ લોનને કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર નથી કરી શકાતી. તેના પાછળ ઘણા કારણો છે
  • પર્સનલ લોન એગ્રીમેન્ટ બેંક અને લોન લેનાર વ્યક્તિની વચ્ચે કરવામાં આવે છે. આ કારણે આ નોન-ટ્રાન્સફરેબલ હોય છે.
  • પર્સનલ લોન આપતી વખતે બેંકની તરફથી વ્યક્તિનો ક્રેડિટ સ્કોર અને ઈનકમને ચેક કરવામાં આવે છે. તેના આધાર પર લોન અપ્રૂવ કરવામાં આવે છે

અમુક કંપનીઓ ઓફર કરે છે લોન ટ્રાન્સફર
અમુક બેંકો અને અનબીએફસી કંપનીઓની તરફથી પર્સનલ લોન ટ્રાન્સફર ઓફર કરે છે. તેને Loan Assuptionના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે એવું ત્યારે જ થાય છે. જ્યારે લોન લેનાર વ્યક્તિ દેવું ન ચુકવી શકે. પરંતુ તેમાં ઘણી શરતો હોય છે. આ કારણે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરવો વધારે યોગ્ય માનવામાં આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો