Pushpa 2 Teaser Rashmika

Pushpa 2 Teaser: રશિમકાના જન્મદિવસે પુષ્પા 2નુ પોસ્ટર રિલીઝ, જુઓ શ્રીવલ્લીનો જોરદાર લુક

Pushpa 2 Teaser: રશ્મિકાના જન્મદિવસ પર તેનો લુક રીવિલ કરવામાં આવ્યો છે.

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 06 એપ્રિલઃ Pushpa 2 Teaser: પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાની કેમેસ્ટ્રી જોરદાર સાબિત થઈ અને લોકોને પણ આ જોડી ખૂબ જ પસંદ પડી હતી. પુષ્પરાજ અને શ્રીવલ્લીને ફરી એક વખત સ્ક્રીન પર જોવા માટે લોકો આતુર છે. પુષ્પા ધ રાઇઝ ફિલ્મના 3 વર્ષ પછી ફિલ્મ મેકર આ ફિલ્મનો પાર્ટ ટુ એટલે કે પુષ્પા ધ રુલ લઈને આવી રહ્યા છે.

આ પણ વાંચો:- CR Patil’s appeal: સી આર પાટિલનો કાર્યકરોને અપીલ; તોડી નાખો કાંગ્રેસનો આ રેકોર્ડ

Pushpa 2 Teaser: આ ફિલ્મનું અલ્લુ અર્જુનના લુકનું નવું પોસ્ટર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. અને હવે રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીનો લુક રિવિલ કરતું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદનાના જન્મદિવસ પર ફિલ્મ મેકર્સે આ સૌથી મોટી ગિફ્ટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, (Pushpa 2 Teaser) રશ્મિકા મંદાના 5 એપ્રિલે તેનો 28 મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે પુષ્પા 2 ના મેકર્સે શ્રીવલ્લીને સરપ્રાઈઝ આપી છે. રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીના ચાહકો માટે પણ આ ગિફ્ટ છે. રશ્મિકાના જન્મદિવસ પર તેનો લુક રીવિલ કરવામાં આવ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો