Police board

Vacancies in Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કરશે 12 હજાર 472 જગ્યાઓની ભરતી, જાણી લો, ફોર્મની છેલ્લી તારીખ

Vacancies in Gujarat Police:ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે

whatsapp banner

અમદાવાદ, 06 એપ્રિલઃ Vacancies in Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલનાં પદ પર બંપર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 4 એપ્રિલે બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે. આ ભરતી દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 12 હજાર 472 જગ્યાઓ ભરશે.

આ પણ વાંચો:- Pushpa 2 Teaser: રશિમકાના જન્મદિવસે પુષ્પા 2નુ પોસ્ટર રિલીઝ, જુઓ શ્રીવલ્લીનો જોરદાર લુક

ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. જો તમે આ ભરતી અભિયાનમાં ભાગ લેવા માંગતા હો, તો તમે બોર્ડની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ દ્વારા ઑનલાઇન મોડમાં અરજી ફોર્મ ભરી શકો છો. ઉલ્લેખનીય છે કે, તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા –
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર, PSI ની પોસ્ટ માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત, આ પદ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે એટલી આ વયજૂથના અરજદારો જ અરજી કરી શકશે. કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. જેની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા –
યોગ્ય ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે. PSI ની ભરતી માટે, ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા આપવી પડશે. PSI માટે ઑફલાઇન મોડમાં લેખિત પરીક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના વિકલ્પો હશે. લોક રક્ષકની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ અને ગુજરાતી ભાષામાં ઓફલાઈન માધ્યમથી MCQ પરીક્ષા લેવામાં આવશે.

અરજી ફી –
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા અને બેંક ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. ભરતી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે 30 એપ્રિલ સુધી ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર રવિવાર અને જાહેર રજાઓ સિવાય સવારે 12:30 થી સાંજના 6 વાગ્યા સુધી મદદ મેળવી શકાશે. વધુ માહિતી માટે, વેબસાઇટ અને નોટીફિકેશન પર ધ્યાન આપો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો