Gujarat police 600x337 1

Gujarat IPS Transfer: ૧૫ ઓગસ્ટ બાદ આઈપીએસ અધિકારીઓની બદલીઓને અપાય રહ્યો છે આખરી ઓપ?

Gujarat IPS Transfer: ૧૫ ઓગસ્ટ બાદ આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાંશે IPS ઓફિસરોની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર રાજ્યના ચાર મહાનગરના પોલીસ કમિશનરોની પણ કરાશે બદલી?

ગાંધીનગર, ૧૩ ઓગસ્ટ: Gujarat IPS Transfer: પાંચ વર્ષના શાસનની ઉજવણી કર્યા બાદ હવે રાજ્ય સરકાર ૧૫ ઓગસ્ટ આઝાદી દિનની ઉજવણીમાં વ્યસ્ત બની છે. ત્યારબાદ વહીવટી ક્ષેત્ર સક્રિય બનશે ,જે અંતર્ગત સૌથી પહેલા રાજ્યના (IPS Officers) આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપે તેવી અટકળો સચિવાલયમાં તેજ બની છે. ચાલુ મહિનાના અંતે અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરના પોલીસ કમિશ્નર સહિત રાજ્યના ઉંચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

છેલ્લાં એકાદ વર્ષથી રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલીની (Gujarat IPS Transfer) બાબત સતત પાછળ જ ધકેલાતી જાય છે .પરંતુ હવે આઈપીએસ અધિકારીઓની બદલીની ફાઈલ લગભગ તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાય રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદની રથયાત્રાનું કોરોના કાળમાં આયોજન અને મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના પાંચ વર્ષની સફળતાના ભાગરૂપે ઉજવણીના કાર્યક્રમમાંથી હવે રાજ્ય સરકાર ૧૫ ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. પરંતુ ત્યારબાદ તેનો પ્રથમ એજન્ડા આઈપીએસ (IPS) અધિકારીઓની બદલીઓ જ હોવાનો દાવો સચિવાલયના સુત્રો જણાવી રહ્યા છે.

જો કે રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી સાતમ –આઠમના તહેવાર દરમિયાન અમદાવાદ આવે તેવી શકયતા છે.જે દરમિયાન તેઓ આઈપીએસ અધિકારીઓની બદલીની ફાઈલને મંજુરી આપે પછી જ રાજ્ય સરકાર આદેશ કરશે તે પણ નક્કી છે. જે અંતર્ગત પોલીસ બેડામાં ડીઆઈજીથી લઇને આઈજી તેમજ એસપી પદ પર આરૂઢ અધિકારીઓની સાગમટે બદલીઓ ચાલુ મહિનાના અંત સુધીમાં કરવાની અટકળો તેજ બની છે. જેમાં ૩૦ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે.

સચિવાલયના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષના ડીસેમ્બરમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારને અનુકુળ અધિકારીઓને સાનુકુળ જગ્યા પણ પોસ્ટીંગ (Gujarat IPS Transfer) આપવા અંતર્ગત બદલીઓ કરવામાં આવશે.જે માટે અનેક ઉંચ્ચ પોલીસ અધિકારીઓ રાજ્યના કેબીનેટ મંત્રીઓ સહિત સત્તા પક્ષના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓના શરણે જતા રહ્યા છે. જિલ્લાના પોલીસ વડા એટલે કે એસપી રેન્કથી ડીઆઇજી અને આઇજી ઉપરાંત પોલિસ કમિશનરેટમાં પણ ફેરફાર બદલીના આદેશમાં શક્ય છે.

આ પણ વાંચો…Rakhi for Jawan: એક રાખી ફૌજી કે નામ અંતર્ગત જામનગર થી એક હજાર બહેનએ જવાનોને રાખડી અને સંદેશાઓ મોકલ્યા

અત્રે એ ઉલ્લેખનીય છે કે એચ કે પટેલની વય સેવા નિવૃત્તિ બાદથી વડોદરા રેન્જના ડીઆઇજીનું પદ હજુ પણ ખાલી છે .જે અંતર્ગત વડોદરા રેન્જને નવા ડીઆઈજી મળી શકે છે.જયારે એપ્રિલમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમાર પણ નિવૃત્ત થયા હતા તેમની જગ્યા પણ હજુ ખાલી જ છે.ત્યાં પણ નવા અધિકારીની વરણી કરવામાં આવે તેવી શકયતા છે. જેના માટે અમદાવાદ પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવનું નામ રેસમાં સૌથી આગળ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રુપાણી સરકાર રાજ્યના મોટા ભાગના (Gujarat IPS Transfer) જિલ્લાના પોલીસ વડા પણ બદલી શકે છે. જયારે અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરના પોલીસ કમિશ્નર પણ બદલવામાં આવશે.જેમાં સુરત શહેરના નવા પોલીસ કમિશનરની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૌથી આગળ છે.

રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન હોવાથી અગ્રવાલનો મુખ્યમંત્રીના નીકટના વિશ્વાસુ અધિકારીઓમાં સમાવેશ થવા જાય છે. અલબત્ત, રાજકોટના વધુ એક અધિકારી સંદીપ સિંઘને વડોદરા રેન્જમાં મૂકવામાં આવે તેવી શકયતા છે. જો કે તેમની બદલી થાય તો રાજકોટમાં કોણ આવે છે તે મહત્વનું છે.સુરત પોલીસ કમિશનર માટે બીજું નામ સુરત રેન્જના આઇજી રાજકુમાર પાંડિયનનું સામે આવ્યું છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં જ રહેવા માગે છે. પાંડિયન છેલ્લા ચાર વર્ષથી સુરત રેન્જના આઇજી છે.અમદાવાદના પોલીસ કમિશનર પદે સંજય શ્રીવાસ્તવના સ્થાને આઇપીએસ અજય તોમરનું નામ ચર્ચામાં સૌથી આગળ છે.

Whatsapp Join Banner Guj