Model beautifull

Trouble becoming the beauty of the model: એટલી હોટ છું કે મને નોકરી નથી મળી રહી; મોડલની સુંદરતા બની મુસીબત

Trouble becoming the beauty of the model: એક મોડલનું કહેવું છે કે તેની સુંદરતા અને હોટનેસ તેના માટે ભેદભાવનું કારણ બની રહી છે. તેના સારા દેખાવને કારણે લોકો તેની સાથે ભેદભાવ કરવા લાગે છે અને તેને અલગ રીતે જુએ છે.

Trouble becoming the beauty of the model: એક મોડલનું કહેવું છે કે તેની સુંદરતા અને હોટનેસ તેના માટે ભેદભાવનું કારણ બની રહી છે. તેના સારા દેખાવને કારણે લોકો તેની સાથે ભેદભાવ કરવા લાગે છે અને તેને અલગ રીતે જુએ છે. આ મોડલ સોશિયલ મીડિયા પર જુજુ બ્રાઝિલ તરીકે જાણીતી છે.

લંડનમાં રહેતી જુજુએ જણાવ્યું કે કેવી રીતે વધુ સુંદર હોવું તેના માટે સમસ્યા બની ગયું. તેણી કહે છે કે ‘સુંદર બનવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે’ ટીવી સિરિયલમાં કામ કરવાનું તેનું સપનું હતું, પરંતુ તેના દેખાવના કારણે તેને કામ ન મળ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે લોકો મને રિયાલિટી શોમાં જોવા નથી માંગતા. ‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ અનુસાર, જુજુએ એમ પણ જણાવ્યું કે ઘણી વખત લોકોએ તેને અલગ-અલગ પ્રકારના ડ્રેસ પહેરવા માટે ધમકી આપી હતી. તેણી કહે છે- ‘હોટ હોવાના કારણે મેં ઘણા પક્ષપાતનો સામનો કર્યો, તેથી હવે આપણે તેના વિશે વાત કરવી પડશે.’

આ પણ વાંચો..Claim to meet Shivling in Gyanvapi: જ્ઞાનવાપીમાં શિવલિંગ મળવાનો દાવો, સ્થળને સિલ કરવાનો કોર્ટે આપ્યો આદેશ

જુજુ બ્રાઝિલના જણાવ્યા અનુસાર, સુંદરતાએ તેને મોડલ બનવામાં અને ઇન્સ્ટાગ્રામ પર 62 હજારથી વધુ ફોલોઅર્સ મેળવવામાં ચોક્કસપણે મદદ કરી પરંતુ કામ મેળવવું મુશ્કેલ હતું. જો કે, આવું કોઈ મોડેલ સાથે પહેલીવાર નથી થઈ રહ્યું. અગાઉ વેરોનિકા રાજેક નામની મોડલે પણ આવી જ ફરિયાદ કરી હતી.

લોકોએ વેરોનિકાને તેની સુંદરતાના કારણે એટલી ટ્રોલ કરી કે તેણે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું. જોકે, બાદમાં તેણે ફરી શરૂ કર્યું હતું. વેરોનિકા કહે છે કે લોકો તેના લુકને વાસ્તવિક નથી માનતા. લોકોએ કહ્યું કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જ્યારે વેરોનિકાએ કોઈપણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી.

Instagram મોડેલ એમી કુપ્સે પણ આવી જ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે તેની હોટનેસને કારણે ઇન્ટરવ્યુ લેનારાઓનું ધ્યાન ભટકી જાય છે અને તેમને કામ મેળવવામાં મુશ્કેલી પડે છે. (સોર્સ: ન્યુજ રીચ)

Gujarati banner 01