co win 1613622158

કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ(vaccine certificate)ની પડી શકે છે જરૂર, ઓનલાઈન પણ કરી શકો છો ડાઉનલોડ- જાણો આ વસ્તુની પડશે જરુર

vaccine certificate

નવી દિલ્હી, 15 માર્ચઃ ભારતમાં ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ સમાપ્ત નથી થઈ એવામાં આવનારા સમયમાં વેક્સિન સર્ટિફિકેટ(vaccine certificate) લોકો માટે ઓળખપત્રના રૂપમાં કામ કરી શકે છે. એટલે કે જો તમે કોઈ યાત્રા કરવા કે કોઈપણ કામ કરવા માટે તમારે વેક્સિનેશન સર્ટિફીકેટ બતાવવુ પડશે. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ તમે વેક્સિન લગાવ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો.

જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ(vaccine certificate) ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે CoWin વેબસાઈટ અથવા એપ પર જવુ પડશે. તે ઉપરાંત તમે આરોગ્ય સેતૂ એપ પર પણજઈ શકો છો.

ADVT Dental Titanium

આ વસ્તુઓની જરૂર પડશે

  • આરોગ્ય સેતૂ એપનુ લેટેસ્ટ વર્ઝન, રેફ્રંસ ID અને એકટિવ મોબાઈલ નંબર

આવી રીતે ડાઉનલોડ કરી શકશો સર્ટિફિકેટ

  • સૌથી પહેલા આરોગ્ય સેતૂ એપના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
  • એપને ઓપન કરો અને Cowin ટેબ પર ક્લિક કરો.
  • જે બાદ ટેપ વેક્સિનેશન સર્ટિફિકેટ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે બેનિફિશયરી રેફ્રંસ ID નાંખો અને ગેટ સર્ટિફિકેટ બટન પર કલિક કરો. આ ID તમને રજીસ્ટર કરવા સમયે મળશે.

ઉલ્લેખનીય છે કે, તેનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે આરોગ્ય સેતૂ એપમાં રજીસ્ટર કરવુ પડશે. તો રજીસ્ટ્રેશન સમયે જે નંબર નાંક્યો હશો તે જ નંબર અંહિ પણ નાંખવાનો રહેશે.

Whatsapp Join Banner Guj

CoWin વેબસાઈટ પરથી આવી રીતે ડાઉનલોડ કરો સર્ટિફિકેટ

  • તે માટે તમારે સૌથી પહેલા કોઈપણ બ્રાઉઝરના મદદથી https://selfregistration.cowin.gov.in/vaccination-certificate આ લિંક પર ક્લિક કરો.
  • જો તે સર્ટિફિકેટને એપ દ્વારા ડાઉનલોડ કરવા માંગો છો. તો તમને જણાવી દઈએ કે, આ એપ પર વેક્સિનેશન માટે રજીસ્ટર નહિ કરી શકો. આ તમેને વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની પરવાનગી આપે છે જેને તમે તમારા બેનિફિશયરી ID નાંખીને ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો…

World record: લોન્ગેસ્ટ એસ્ટ્રોલોજી ડિવાઈન પ્રેક્ટિસીસ મેરેથોનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા આપવામાં આવ્યું સ્થાન