68784a7c 9d6a 447f bd58 88283a7cae26

Gujarat Chief Minister takes oath Photos: રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન

Gujarat Chief Minister takes oath Photos: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

b58b64c9 905d 4e15 af26 036e9d209295

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Gujarat Chief Minister takes oath Photos: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

4e533143 520e 4700 b8fa 47359cb2c32b

આ શપથવિધિ(Gujarat Chief Minister takes oath Photos) વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા.

7e47d999 5dc3 4149 b990 99ca855d0579

કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી શ્રીમતિ દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
24539c77 66ac 4a4d 85b1 02c3b851ae66

મુખ્યમંત્રીતરીકે ના શપથ ગ્રહણ(Gujarat Chief Minister takes oath Photos) બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

60d7ed91 cf6d 4e2c b2d4 1c6d48aa4a4d


કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ અન્ય મંત્રી ઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સૌ એ નવ નિયુક્ત મુખ્યમંત્રી ને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

d9a12cde 875b 4e94 aa83 f1ca1116ff47

મુખ્ય સચિવ પંકજ કુમારે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.

Advertisement