Pradeep sinh jadeja 2

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક:ગૃહ રાજ્ય મંત્રી

Pradeep sinh jadeja 2

ગોધરાની વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યાની
વિગતો વિશાખાપટ્ટનમથી મળતા NIA દ્વારા તેને પકડી લેવાયો:શ્રી પ્રદિપસિંહ જાડેજા


અહેવાલ: વિપુલ ચૌહાણ

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર: ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે નહી તે માટે ડીફેન્સ એજન્સીઓ કટીબદ્ધ છે. પાકિસ્તાન સાથે ગુજરાતની સરહદ જોડાયેલી હોવાથી આ વિસ્તારોમાં વિક્ષેપ સર્વેલન્સ સાથે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બનતી અટકે અને આવા આતંકવાદી કૃત્યો સફળ ન થાય તે માટે એજન્સીઓ સાથે સંકલન કરીને ગુજરાતનું પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

શ્રી જાડેજાએ કહ્યુ છે કે, NIA એ ગોધરાથી પકડેલા આરોપી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા નૌકાદળમાં જાસુસી કેસમાં કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન વિશાખાપટ્ટનમથી વિગતો મળી હતી કે ગોધરાના એક વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. જે માહિતી આધારે ગોધરાથી તે વ્યક્તિને દબોચી લીધો છે. એ.ટી.એસ., ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. સહિત ગુજરાત પોલીસની ટીમો રાજ્યમાં શાંતિ-સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. બધી એજન્સીઓ સાથે મળીને સુરક્ષાના દ્ષ્ટિકોણથી કામ કરે છે.
શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કોઇપણ આતંકવાદીઓના કાવતરા સફળ ન થાય તે માટે એજન્સીઓ કટીબદ્ધ છે. ભૂતકાળમાં પણ આતંકીઓના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં એજન્સીઓ સફળ રહી છે.

loading…

શ્રી જાડેજાએ પદાધિકારીઓ-અધિકારીઓને અપાતી સુરક્ષા વ્યવસ્થા બાબતે જણાવ્યુ કે, રાજ્યમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ પદે ‘‘થ્રેટ એસેસમેન્ટ કમિટી’’ (ભય મુલ્યાંકન સમિતિ)ની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા સંકલન કરીને તેઓશ્રી દ્વારા જે સુચવવામાં આવે તે મુજબના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.