Change the name of the nehru museum

Change the name of the nehru museum: સંસદીય દળની બેઠકમાં મહત્વની જાહેરાત, કેન્દ્ર સરકાર બદલશે નહેરૂ મ્યુઝિયમનુ નામ- હવે આ નામે ઓળખાશે

Change the name of the nehru museum: 14 એપ્રિલે એટલે કે ડો.આમ્બેડકર જયંતિના દિવસે પીએમ મોદી તેનુ ઉદઘાટન કરશે

નવી દિલ્હી, 29 માર્ચઃ Change the name of the nehru museum: ભાજપના સંસદીય દળની બેઠકમાં આજે લેવાયેલા એક મહત્વના નિર્ણયના ભાગરૂપે સરકારે નહેરૂ સંગ્રહાલયનુ નામ બદલવાનો નિર્ણય કર્યો છે.

હવે તેને પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવશે. જેમાં દેશના તમામ 14 વડાપ્રધાનોની યાદગીરીઓને સાચવવામાં આવશે. 14 એપ્રિલે એટલે કે ડો.આમ્બેડકર જયંતિના દિવસે પીએમ મોદી તેનુ ઉદઘાટન કરશે.

આ પણ વાંચોઃ India will try to stop Russia-Ukraine: ભારત લાવશે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો અંત, આ રીતે લાવશે સમાધાન- વાંચો વિગત

પીએમ મોદીએ સાંસદોને કહ્યુ હતુ કે, એનડીએ સરકારે તમામ 14 વડાપ્રધાનોના યોગદાનને સન્માન આપવા માટે આ નિર્ણય લીધો છે. આપણે તમામ પીએમના યોગદાનને મહત્વ આપવુ જોઈએ. મ્યુઝિયમમાં આ તમામ વડાપ્રધાનના કાર્યકાળમાં થયેલી કામગીરીને દેખાડવામાં આવશે.

આ બેઠકમાં પીએમ મોદીએ પોતાના સાંસદોને અપીલ કરી હતી કે, સામાજીક ન્યાયના મુદ્દે ભાજપના સાંસદો પોતાના મત વિસ્તારમાં ઠેર ઠેર મતદારો સાથે બેઠકો યોજીને જાણકારી આપે.

આ પણ વાંચોઃ Online ticket in AMTS Bus: નવી સુવિધા, ખિસ્સામાં રુપિયા નહિ હોય તો પણ AMTS માં ટિકિટ મળશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.