City bus

Online ticket in AMTS Bus: નવી સુવિધા, ખિસ્સામાં રુપિયા નહિ હોય તો પણ AMTS માં ટિકિટ મળશે

Online ticket in AMTS Bus: એએમટીએસ બસમાં કેશલેસ અને કોન્ટેક્ટ લેસ ડિજીટલ માધ્યમથી ટીકિટિંગ લઈ શકાશે

અમદાવાદ, 29 માર્ચ : Online ticket in AMTS Bus: હવે તમારા ખિસ્સામાં રૂપિયા નહિ હોય અને તમે એએમટીએસ બસમાં ચઢો છો, તો ચિંતા ન કરવાની જરૂર નથી. કારણ કે એએમસી દ્વારા કેશલેશ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી AMTS બસમાં ડિજીટલ ટિકિટ મેળવી શકાશે. આજથી અમદાવાદમાં નવી સુવિધાનો પ્રારંભ થયો છે. જેથી હવે તમે ઓનલાઈન ટિકિટ મેળવી શકશો. હવેથી એએમટીએસ બસમાં કેશલેસ અને કોન્ટેક્ટ લેસ ડિજીટલ માધ્યમથી ટીકિટિંગ લઈ શકાશે. આજથી વાસણા ટર્મિનલ ખાતે આ યોજનાનો શુભારંભ કારયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિંગની સુવિધા મળશે. જેમાં મુસાફરોને ખાસ ઓફર પણ આપવામા આવી છે. જે પ્રવાસીઓ paytm ના માધ્યમથી ટિકિટ લેશે તેનો પહેલીવાર મફત ટિકિટ મળશે. પહેલીવાર ટિકિટ લેવાથી તમારા ખાતામાંથી રૂપિયા નહિ કપાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ રોજના બસમાં મુસાફરી કરે છે. તેમના માટે આ સુવિધા ખાસ બની રહેશે. ડિજીટલ યુગમાં એએમસી દ્વારા લેવાયેલો આ નિર્ણય લોકોએ આવકાર્યો હતો. કારણ કે, આજે દરેક વ્યક્તિ મોબાઈલમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરે છે. ડિજીટલ યુગમાં લોકો પર્સ લઈને બહાર નીકળતા નથી. હાથમાં મોબાઈલ હોય તો તમામ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. તેથી એએમસીના આ નિર્ણય લોકો માટે સુવિધાજનક બની રહેશે. ]

આ પણ વાંચોઃ Buying a home can be expensive: વધુ મોંઘવારીનો માર, હવે રાજ્યમાં ઘર ખરીદવુ પણ થયું મોંઘુ- વાંચો વિગત

આ વિશે એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, AMTSમાં હવે BRTS ની જેમ જ પેટીએથી ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ થાય અને ટિકિટ મળે તેવી વ્યવસ્થા મૂકાઈ છે. હવે નાગરિકોને તરત કિટિક મળશે તેના માટે લાઈનમાં ઉભુ રહેવુ નહિ પડે. કોર્પોરેશનની સર્વિસ માટે જેટલા પેમેન્ટ થાય છે, તે તમામ ઓનલાઈન થાય તેવી વ્યવસ્થા જલ્દી જ ઉભી કરાશે. આ તમામમાં લોકોને સહકાર મળશે તેવી આશા છે. 

એએમસી દ્વારા નાગરિકોને વધુ સુવિધા આપવા માટે સીએનજી બસોમાં વધારો કરવામા આવ્યો છે. આજે નવી ૧૦ સીએનજી બસોને ફલેગ ઓફ કરવામા આી હતી. આ પ્રસંગે મેયર, ડે.મેયર સહિત એએમટીએસ કમિટી ચેરમેન હાજર રહ્યા હતા.  હાલ અમદાવાદમાં 150થી વધુ CNG અને ઇલેક્ટ્રિક બસો કાર્યરત છે. 

આ પણ વાંચોઃ Heatwave in gujarat: રાજ્યમાં અગામી 3 દિવસ ગરમીનો પારો વધશે, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યુ જાહેર

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.