lawgupshupRanjan Gogoi

અયોધ્યા વિવાદ કેસમાં અંતિમ ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા વધારાઈ, જાણો શું છે કારણ?

lawgupshupRanjan Gogoi

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તેઓ ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમને આ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સને આ માટે આદેશ આપ્યો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા તે દરમિયાન રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. એ પછી રંજન ગોગોઈ નિવૃત્ત થયા હતા અને હાલમાં તેઓ રાજ્ય સભાના સાંસદ પણ છે.

GEL ADVT Banner

સબરીમાલા મંદિર અંગેનો ચુકાદો પણ તેમની જ બેન્ચે આપ્યો હતો. રંજન ગોગોઈએ એક ચુકાદામાં સરકારી જાહેરાતોમાં નેતાઓ તસવીર દર્શાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અંગ્રેજી અને હિન્દી સહિતની સાત ભાષાઓમાં પ્રકાશિત કરવાનો ચુકાદો પણ તેમની જ બેન્ચે આપ્યો હતો.

આ પણ વાંચો…

સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં સ્થપાશે, ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક