Raghav patel narendra tomar

Government important decision: રાજ્યના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવતા કૃષિ મંત્રી

Government important decision: રાજય સરકારનો કૃષિલક્ષી મહત્વનો નિર્ણય: રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ


અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી:
Government important decision: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી ને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમા થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી આટલેથી જ ન અટકતા તેઓએ સતત કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કરેલ હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે.

Aap ke dwar ayushyaman: વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાને કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીનની મર્યાદામાં વીઘે બાર મણ લેખે ૧૨૫ મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ૧૮૭ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવનાર છે.

Government important decision, Raghavji Patel & Narendrasingh Tomar

રાજયના કિસાનો માટે આ નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદઓનો કિસાનો વતી ખૂબ ખૂબ આભાર માન્યો છે રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.

Gujarati banner 01