Russia Ukraine War

Russia-Ukraine War: રશિયાના હુમલામાં યુક્રેન ખાતે 300 લોકોના મોત, યુક્રેન પર હુમલા બાદ રશિયાનું મોટું નિવેદન- વાંચો વિગત

Russia-Ukraine War: ભારતીય અધિકારીઓએ બંને દેશોને શાંતિ જાળવવા અને તાત્કાલિક de-escalation અપનાવવા અરજ કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ Russia-Ukraine War: યુક્રેન સામે યુદ્ધ છેડ્યાં બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાને ચેતવણી આપતા કહ્યું છે કે, રશિયા કાર્યવાહી રોકે અથવા તો બાદમાં થનાર કોઈ પણ નરસંહાર માટે તે જ જવાબદાર રહેશે.

આગામી ટૂંક સમયમાં રશિયા પર અમે અને સમગ્ર વિશ્વ ભારે પાબંદી લાદવા જઈ રહ્યાં છીએ તેમ બાઈડને કહ્યું છે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાનું નિવેદન :

યુક્રેન પર હુમલા બાદ રશિયાના ડિફેન્સ અધિકારીઓ અને રાષ્ટ્રપતિ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય યુક્રેનને જીતવાનો કે તેને હરાવવાનો નથી.અમે પણ નથી ઈચ્છતા કે નિર્દોષ લોકોના મોત થાય.

યુક્રેન શાંતિથી શરણાગતિ સ્વીકારે અને તમામ મોરચે પીછેહઠ કરે તો આ કાર્યવાહી અટકશે

રશિયાની સેનાએ કહ્યું કે અમારો ટાર્ગેટ માત્ર યુક્રેનના એર અને મિલેટ્રી બેઝ જ છે. અમે યુક્રેનના કોઈપણ સામાન્ય જનજીવન ધરાવતા વિસ્તારને ટાર્ગેટ નથી કર્યો. અમારો ઉદ્દેશ્ય માત્ર યુક્રેનના મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રકચરને નેશોનાબૂદ કરવાનો જ છે.

ભારતની શાંતિની અપીલ :

રશિયાએ દેશની સાર્વભૌમિકતાની સુરક્ષાને ખતરો હોવાનું નિવેદન આપી યુક્રેનની સામે જંગ છેડ્યું છે. રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી વધુ ન વણસે તેવી ભારત દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારતીય અધિકારીઓએ બંને દેશોને શાંતિ જાળવવા અને તાત્કાલિક de-escalation અપનાવવા અરજ કરી છે.

યુક્રેનમાં ઈમરજન્સી લાગુ કરાઈ

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુક્રેન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી

રશિયાના હુમલાથી યુક્રેનમાં 300 લોકોના મોત : ગૃહમંત્રીનો દાવો

રશિયાએ ભારતીય સમયાનુસાર વહેલી સવારથી યુક્રેનની રાજધાની કીવ અને અન્ય ટોચના શહેરોને ટાર્ગેટ કર્યા છે. આ હુમલામાં યુક્રેનના અંદાજે 300 લોકોના મોત થયા હોવાનો દાવો યુક્રેનના ગૃહમંત્રીએ કર્યો છે.

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ:

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ થઈ ગયા છે. યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.  રાજધાની કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક કરવામાં આવ્યો છે.  કીવ, ખારકીવ, ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક કરવામાં આવ્યો છે. રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી  ગઈ છે. પુતિને જણાવ્યું કે, રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયાર છે. રશિયાનું સૈન્ય યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરેલા દેશ ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પ્રવેશી ચૂક્યુ છે. રશિયન લશ્કર બળવાખોરોની સાથે મળીને યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની શરૂઆત કરી. 

આ પણ વાંચોઃ Government important decision: રાજ્યના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવતા કૃષિ મંત્રી

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું કે અમે લશ્કરી કાર્યવાહી જાહેર કરી છે. યુક્રેન ઉપર કબજો જમાવવાનો કોઈ ઈરાદો નથી. અમે માત્ર વધુ સહકાર ઇચ્છીએ છીએ. હું યુક્રેન સેના ને શસ્ત્ર મૂકી સહકાર આપવા અપીલ કરી રહ્યો છું. 

ડોનબાસ ખાતે અમે કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ. નાટો રશિયાને સહકાર નથી આપી રહ્યું. નાટો રશિયાની સરહદ તરફ આગળ વધી રહ્યું છે અને રશિયાના હિતની વિરુદ્ધ કામગીરી કરી રહ્યું છે. સોવિયેત યુનિયન ધ્વસ્ત થતાં વિશ્વમાં સ્ત્તાની ધુરા અસમતોલ થઈ છે. આવી સ્થિતિમાં અમેરિકા સામે ઘૂંટણિયે પડી જીવવવની વાત થઈ રહી છે. આ વાત માત્ર રશિયાની નથી પણ સમગ્ર દુનિયાને લાગુ પડે છે એટલે બધાએ રશિયાને સહકાર આપવો જોઈએ.

અમેરિકાએ એફ-35 વિમાનો તૈનાત કર્યા
રશિયાનું સૈન્ય યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન થયેલી અથડામણમાં યુક્રેનના છ સૈનિક માર્યા ગયા છે. જેના જવાબમાં અમેરિકાએ પણ પોલેન્ડમાં F-35 ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે. 

પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામનો 94 વખત ભંગ
યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે સમગ્ર વિશ્વની તાકાત સક્રિય છે.  પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને લશ્કર વચ્ચેના યુદ્ધવિરામનો છેલ્લા એક જ દિવસમાં 94 વખત ભંગ કરવામાં આવ્યો છે. બીજી બાજુએ રશિયાના લશ્કરના હુમલાની સંભાવનાએ યુક્રેને ૩૦ દિવસ માટે કટોકટી જાહેર કરી છે.

યુક્રેન વિવાદમાં અમેરિકાનું આકરું પગલું
યુક્રેન  વિવાદના પગલે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને રશિયાને પશ્ચિમ સાથે કારોબાર કરવા અસમર્થ બનાવવા માટે આકરા પ્રતિબંધો લાદ્યા છે. તેના લીધે રશિયા માટે પશ્ચિમમાંથી નાણાકીય સ્ત્રોતોના બધા માર્ગ બંધ થઈ ગયા છે. 

Gujarati banner 01