Lalit basoya

Lalit Wasoya’s shocking statement: કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું ચોંકાવનારું નિવેદન

Lalit Wasoya’s shocking statement: કોંગ્રેસના ધારાસભ્યે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર આપ્યું મોટું નિવેદન 

ધોરાજી, 07 નવેમ્બર: Lalit Wasoya’s shocking statement: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના નિવેદનો અને આક્ષેપ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય માહોલ ગરમ થતો જાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને દરેક રાજકીય પક્ષો છેલ્લા પ્રચારમાં વ્યસ્ત થઇ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ દરેક બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ પર કોંગ્રેસના પ્રહાર શરુ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. આ માટે દરેક પક્ષ તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન (Lalit Wasoya’s shocking statement) કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનને કારણે રાજકીય માહોલ ગરમ થયો છે અને ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ(Lalit Wasoya’s shocking statement) ધોરાજીમાં એક સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પ્રહાર કર્યા હતા અને કહું હતું કે ભાજપની ક્ષમતા નથી કે ધોરાજી ઉપલેટા બેઠક પર જીતી શકે તેમજ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવતા કહ્યું હતું કે કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ હરાવી શકે તેમ નથી. આમ આદમી પાર્ટીની મફતની રેવડીથી લોકોને છેતરાવાની જરૂર નથી.

આ ઉપરાંત ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસના મતો તોડવા આવી છે જેથી આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપવો. આ નિવેદનથી ગુજરાત રાજકારણમાં જાણે ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ આ નિવેદનના લઈને રાજનીતિ શરુ કરી દીધી છે. ભાજપના ગુજરાતના પ્રવક્તા યજ્ઞેશ દવેએ લલિત વસોયાનો વિડિઓ ટ્વિટ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા પણ ભાજપને મત આપવા માટે અપીલ કરે છે જે તેમનો અંતરઆત્માનો અવાજ છે.

આ પણ વાંચોPM Modi speech in Kaprada: નરેન્દ્ર માટે ભૂપેન્દ્રને જીતવા પડશે, તમામ રેકોર્ડ તોડવા પડશે’ PM મોદીએ વલસાડ રેલીમાં સંબોધન કર્યું હતું

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *