Mauritius PM N Gujarat CM Bhupendra Patel

Mauritius PM Meet Gujarat CM: મોરેશિયસના પ્રધાન મંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી

Mauritius PM Meet Gujarat CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મોરેશિયસના પ્રધાન મંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં લીધી હતી


ગાંધીનગર, 20 એપ્રિલ: Mauritius PM Meet Gujarat CM: મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચિન ઉપચાર પદ્ધતિમાં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો

મોરેશિયસ દ્વારા ગિફટ સટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું

Mauritius PM Meet Gujarat CM

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવપંકજ જોષી વગેરે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં જોડાયા હતા

આ પણ વાંચો….Death of 7 People: એક જ પરિવારના 7 લોકોના કરૂણ મોત, વાંચો એવુ તો શું ઘટના બની?

Gujarati banner 01