1464119901 8726 edited

Rain forecast: ખેડૂતોની ચિંતામાં થયો વધારો, હવામાન વિભાગે રાજ્યના આ વિસ્તારમાં કરી માવઠાની આગાહી- વાંચો વિગત

Rain forecast: વાદળછાયું વાતાવરણ બંધાતાં ગમે ત્યારે વરસાદ પડવાની ભીતિ સેવાઇ રહી છે

રાજકોટ, 20 એપ્રિલઃ Rain forecast: આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ સહિતના તૈયાર પાક વેચવા માટે આવ્યા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ બંધાતાં ગમે ત્યારે વરસાદ પડવાની ભીતિ સેવાઇ રહી છે.

બીજી તરફ, ગોંડલમાં પણ અમીછાંટણાં થતાં યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવામાં આવી છે. છાપરાં નીચે જે હરાજી થાય એ જ પાકની આવક શરૂ રાખવામાં આવી છે.

રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાક પર વરસાદ પડે તો નુકસાન પહોંચે એમ છે, આથી માર્કેટ યાર્ડ દ્વારા નવી આવકો બંધ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને યાર્ડની અંદર ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પાલમાં નહીં, પણ કોથળામાં જ તૈયાર પાક લાવવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ અને મગફળીની આવક છે.

આ પણ વાંચોઃ Summer disease: અસહ્ય ગરમીથી લોકોને થઇ રહી છે આ બીમારી, મહાનગરોમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા- વાંચો શું છે લક્ષણ અને ઉપાય?

આ પણ વાંચોઃ 80 people raped 13 year old Girl: 13 વર્ષની માસૂમ સાથે 80 લોકોએ કર્યુ દુષ્કર્મ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી

Gujarati banner 01