Nehru Yuva

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ઉમરપાડા ખાતે રાષ્ટ્રીય પોષણ યુક્ત આહાર માસની ઉજવણી કરવામાં આવી

Nehru Yuva

સુરત, ૨૩ સપ્ટેમ્બર: સુરત નેહરૂ યુવા કેન્દ્ર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા એક્શન યુવા ગૃપના માધ્યમથી ઉમરપાડા બ્લોકમાં રાષ્ટ્રીય પોષણ યુક્ત આહાર જનજાગૃત અભિયાન યોજાયું હતું.

ગુલીઉમર અને જોડવાણ ગામે સરકાર દ્રારા ધાત્રીમાતા,સગર્ભા મહિલા કિશોરી, કુપોષિત બાળકો, ૦ થી ૩ વર્ષના બાળકો પોષણ યુક્ત આહાર આપવામાં આવે સાથે મમતા દિવસની દિવસે ધાત્રીમાતા, સગર્ભા મહિલા કિશોરી, કુપોષિત બાળકોની તપાસ કરવામાં આવે જેનો મહત્તમ લાભ લેવાની સમજ બહેનોને આપવામાં આવી હતી. પુરતા પ્રમાણમા લીલા શાકભાજી અને કોઠોળનુ ઉત્પાદન સાથે પશુપાલન કરતા હોય તેવા પરિવારજનો તેમના બાળકોને દુધ પીવડાવીને શુપોષિત કરે તેમજ કિટ વિતરણની સાથે હાલની કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટેશન પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

loading…

કાર્યક્રમમાં શ્રી વિજય વસાવા એક્શન યુવા ગૃપ, બ્લડ ડોનેટ સેતુ ગૃપ, અમિતાબેન પટેલ સ્ટાફ નર્સ, આંગણવાડીના રાધા બહેન, રૂમાબેન, વૈશાલીબેન અને આશાવર્ક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંપુર્ણ કાર્યક્રમનું આયોજન જીલ્લા યુવા સંયોજક સચિન શર્માનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.