CM Vijay Rupani 7

ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વ માં વધુ એક ગૌરવ

CM Vijay Rupani 5

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

૦૪ સપ્ટેમ્બર, ગાંધીનગર:

  • ભારતભરમાંથી એક માત્ર મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી. યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની લીડરશીપ સમિટના વિશેષ પબ્લિક સેશન માં સંબોધન માટે આમંત્રિત. ગુજરાત ના અઢી દાયકાના સતત અવિરત વિકાસની સફળતા ની ગાથા ગ્લોબલ પ્લેટફોર્મ પર ઉજાગર કરતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી
  • તા.૩૧ ઓગસ્ટ થી શરૂ થયેલા નેવી ગેટિંગ ન્યુ ચેલેંજીસ ના પાંચ દિવસીય સેશન માં મુખ્ય મંત્રીશ્રી એ ગુરુવારે સાંજે વીડિયો કોન્ફરન્સથી કર્યુ વિશેષ સંબોધન
  • કોરોના ની મહામારી પછીની સ્થિતિમાં વિશ્વમાં વિકાસ તકો અને સમૃદ્ધિ માટે ભારત યું એસ પાર્ટનરશીપ વિષયક મુખ્ય વિષય વસ્તુ સાથે આ સમિટ યોજવામાં આવેલી છે
  • આ સમિટ માં મુખ્ય વક્તાઓ માં પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી, યું એસ વાઇસ પ્રેસિડેન્ટ માઈક પીએન્સ, ભારત ના વિદેશ મંત્રી શ્રી એસ.જય શંકર, વાણિજ્ય મંત્રી પિયુશ ગોયલ, નાણાં મંત્રી નિર્મલા સિથારમન, આઇ ટી મંત્રી રવિશંકર પ્રસાદ, તેમજ સેના અધ્યક્ષ બિપીન રાવત ,યુ એસ માં ભારતીય રાજદૂત તરંજીત સંધુ, યુ એસ ના સેક્રેટરી ઓફ કોમર્સ વિલબુર રોઝ, તેમજ જે સી 2 વેંચર ના જ્હોન ચેમ્બર સહિત ના અગ્રણીઓ આમંત્રિત હતા અને તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
CM Vijay Rupani 7

➢ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નું ગુજરાતમાં રોકાણની તકો- ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનીટી ઇન ગુજરાત વિષયે પ્રભાવક સંબોધન
ગુજરાત સર્વગ્રાહી વિકાસ માટે વિશ્વભર માં જાણીતું છે
ગુજરાત ની ઇકો સિસ્ટમ થી યું એસ રોકાણકારો આકર્ષિત થઇ ગુજરાત ને બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પસંદગી આપે છે તેવા પ્રતિભાવ યૂ એસ રોકાણકારો એ મુક્ત મને વ્યક્ત કર્યા
➢ ગુજરાત અને યુ.એસ.ના સ્ટાર્ટઅપને સાથે મળી બિઝનેશ ઇકો સિસ્ટમ માટે ફોર્મલાઇઝ્ડ સ્ટાર્ટર્અપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીનું આહૃવાન
➢ સેમી કન્ડક્ટર્સ, ઇલેકટ્રોનિક્સ, ઇ-વીહીકલ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપની સહભાગીતા ગુજરાત- યુ.એસ.બંનેને લાભદાયી નિવડશે
➢ ગુજરાતમાં આવા ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓની ભાગીદારી પ્રેરિત કરવા માટે જરૂરી મદદ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકાર સિનિયર નોડલ ઓફિસર નિયુક્ત કરશે.
➢ ગુજરાત યુએસ સાથે લાઇફ સાયન્સીસ, ડીફેન્સ સેક્ટર, પે્ટ્રો કેમીકલ્સ અને ક્લીન એનર્જી સહિત લોજીસ્ટીક્સ વેરહાઉસીંગ સેક્ટરમાં કોલોબ્રેશન માટે તત્પર છે.
➢ ગુજરાતમાં એપીઆઇ ઉત્પાદન માટે અમેરિકન ફાર્મા કંપનીઓને વિશાળ તકો રહેલી છે
➢ ભરૂચમાં બલ્ક ડ્રગ્સ પાર્ક અને રાજ્કોટ નજીક મેડીકેલ ડીવાઇસીસ પાર્ક રાજ્ય સરકાર શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવી રહી છે.
➢ ગુજરાત ભારતનું ઇન્ડ્સ્ટ્રીયલ અને ફાર્માસ્યુટીકલ હબ
➢ ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો મીડલઇસ્ટ સહિત વિશ્વના દેશો માટે સામુદ્રિક વ્યાપારનું પ્રવેશ દ્વાર
➢ ભારતનું ૪૦ ટકા એક્સપોર્ટ ગુજરાતના પોર્ટ્સ ઉપરથી થાય છે.
➢ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી ૨૦૨૦માં થ્રસ્ટ એરિયા આઇડેન્ટીફાઇ, ૫૦ વર્ષ સુધી ગવર્નમેન્ટ લેન્ડ લીઝ ઉપર આપવી, પ્રાઇવેટ પ્લેયર્સને આરએન્ડ ડી ફેસીલીટીઝ માટે ઇન્સેન્ટીવ્સના પ્રોત્સાહનોની યુએસ બીઝનેસ-ઇન્ડસ્ટ્રીઝ વર્લ્ડ દ્વારા પ્રસંશ
➢ ગુજરાતમાં ઇઝ ઓફ લીવીંગ, સોશિયલ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસીલીટીઝ માટે મુખ્યમંત્રીશ્રીને ફોરમના સભ્યોએ પાઠવ્યા અભિનંદન
➢ આદિજાતિ વિસ્તારના હસ્ત કલાકારીગરોની ચીજવસ્તુઓને વિશ્વબજાર આપવા યુએસ કંપનીઓને સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
➢ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુએસ.આઇ.એસ.પી. ફોરમમાં આપ્યો નવો વિચાર
વી હેવ ધ રીચ એન્ડ અમેરિકન કંપનીસ્ હેવ ધ એક્સપર્ટીઝ, વી આર ઇગર ટુ વર્ક ટુગેધર