election result

Panchayat election counting: દાંતા તાલુકા માં ચૂંટણી બાદ સરપંચ અને ઉમેદવારો માં આતુરતા નો અંત આવી રહ્યો છે

Panchayat election counting: દાંતા તાલુકા માં 42 સ્થાનિક સ્વરાજ્ય ની ગ્રામપંચાયતો માટે સરપંચ અને વોર્ડ મેમ્બરો ની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવામાં આવી હતી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૨૧ ડિસેમ્બર: Panchayat election counting: દાંતા તાલુકા માં 42 સ્થાનિક સ્વરાજ્ય ની ગ્રામપંચાયતો માટે સરપંચ અને વોર્ડ મેમ્બરો ની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવામાં આવી હતી અને તમામ ઉમેદવારો ના ભાવિ મતપેટી માં સીલ કરાયા હતા ને ત્યારે ઉમેદવારો માં મતપેટી ખુલવાની ભારે આતુરતા જોવા મળતી હતી જે આજે દાંતા ખાતે મતપેટીઓ ખોલી મતગણતરી હાથ ધરાતા સરપંચ અને વોર્ડ મેમ્બરો ની આતુરતા નો અંત આવી રહ્યો છે.

electioncounting

જોકે આ વખતે લાંબા સમય બાદ બેલેટ પેપર થી મતદાન કરતા સમય ખેંચાયો હતો આજે બેલેટ પેપર ની મતગણતરી (Panchayat election counting) સવારે 9 કલાકે શરૂ કરવામાંઆવી હતી અને બેલેટ પેપર ની ગણતરી હોવાથી ગણતરી માં લાંબો સમય લાગી રહ્યો છે જોકે આજે સવારે થી મતગણતરી હાથ ધરાયા બાદ રાત્રી ના 7.30 કલાક સુધી 42 પંચાયતો માંથી 20 જેટલી પંચાયતો ના પરિણામો જાહેર થવા પામ્યા હતા જેને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ નો માહોલ સર્જાયો હતો જોકે હજી મતગણતરી મોડી રાત સુધી કે પછી વહેલી સવાર સુધી મતગણતરીચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે.

દાંતા માં મતગણતરી સેન્ટર આગળ ગામ ના ગામ ઉમટ્યા, લોકોમા કોરોના નો ભય ભુલાયો

દાંતા તાલુકા માં આજે ગ્રામપંચાયતો ની ચૂંટણી ની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ મતગણતરી સેન્ટર આગળ હજારો ની સંખ્યા માં અનેક ગામડા ના લોકો વિજેતા ઉમેદવારો ને વધાવવા માટે ઉમટી પડ્યા હતા જોકે મતગણતરી સેન્ટર આગળ ઉમેદવારો ને વધાવવા ની સાથે તેમને પ્રોત્સાહિત કરવા લોકો ને ફૂલમાળા અને અબીલ ગુલાલ મળી રહે તે માટે હારમાળાઓ ની તેમજ અબીલ ગુલાલ ના અનેક સ્ટોલો લાગ્યા હતા અને જાહેર માર્ગો ઉપરફટાકડા પણ વેચાણ થતા જોવા મળ્યા હતા.

danta public crowed

જોકે હાલ માં કોરોના સહીત ઓમીક્રોન ના પોઝેટીવ કેસ પ્રકાશ માં આવી રહ્યા છે ત્યારે દાંતા માં હજારો ની સંખ્યા માં ઉમટી પડેલા માનવ મહેરામણ માં કોરોના નો ભય ભુલાયો હોય તેવી ભીડ જોવા મળી હતી જોકે મતગણતરી માં કોઈ અનીઇચ્નીય બનાવ ન બને તે માટે પોલીસ નો પૂરતો બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો જયારે રોડ ઉપર એકત્રિત થયેલી ભીડ ના પગલે વાહનવ્યવહાર અવોરધાયો હતો

આ પણ વાંચો: Umargam-mahesana train: મુસાફરો ધ્યાન આપો! પશ્ચિમ રેલવે આ રૂટ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

દાંતા તાલુકા માં મોડી સાંજ સુધી 42 ગ્રામપંચાયતો માંથી 19 ગ્રામપંચાયતો માં પરિણામો જાહેર થયા

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના 42 ગ્રામપંચાયતો ની યોજાયેલી ચૂંટણી માં હમણાં મોડી સાંજ સુધી 19 સરપંચો ના પરિણામો જાહેર થવા પામ્યા હતા જેમાં વિજેતા ઉમેદવારો ની વાત કરીયે તો (1)અભાપુરા માં સાકરબેન ઠાકેડા (2) ગઢ મહુડી માં મોહન ભાઈ કાઢેરીયા (3) ગોરડ માં બચુજી ખાંટ (4)ભાખરી માં મહંમદભાઇ સિપાહી (5)બામનોજ માં દલાભાઈ પરમાર (6) સોલસંડા માં પ્રકાશભા ભાટી (7) નાનાસડા માં લવીંગાબેન ઠાકેડા (8)ખાનડોરૂમરી માં બીજરાબેન પારઘી (9) હડાદ માં લીલાબેન બેગડીયા (10) કાંબીયા વાસ માં કુદલીબેન ભૈમીયત (11) ગંગવા માં સુરાજપાલ સિંહ પરમાર (12) રૂપવાસઃ માં પાર્વતીબેન પરમાર (13) કાંસા માં કેલીબેન લોર (14) વેલાવાળા માં રાયસાભાઇ દેવડા (15) મોહબતગઢ માં જયશ્રીબેન કોદરવી (16) પેથાપુર માં રાવજી ઠાકેડા (17) દાંતા માં હરપાલસિંહ રાણા (18) દાલપુરા માં સિમીબેન બૂમબડીયા (19) નવાવાસ કાઠ માં કાંતિભાઈ.

Whatsapp Join Banner Guj