QX global group MOU Cm

QX Global group ltd MOU: QX ગ્લોબલ ગ્રુપ લિમિટેડ અને રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ વચ્ચે મુખ્યમંત્રી ની ઉપસ્થિતીમાં MoU

QX Global group ltd MOU: ગુજરાતની નવી IT/ITeS પોલિસી-૨૦૨૨-૨૭ની પ્રથમ ફળશ્રુતિ: બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની QX ગ્લોબલ ગ્રુપ લિમિટેડ અને રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં MoU

  • QX Global group ltd MOU: સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અંગેના MoUથી રાજ્યમાં IT ક્ષેત્રે ૨,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી:
QX Global group ltd MOU: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે તાજેતરમાં જાહેર કરેલી નવી IT/ITeS પોલિસી-ર૦રર-૨૭ની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU સંપન્ન થયા છે

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ સ્ટ્રેટેજિક MoU સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા ના માર્ગદર્શન માં સંપન્ન થયા હતા. સાયન્સ ટેક્નોલોજી ના નાયબ નિયામક અને QX ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ એમ. ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક MoUને આવકાર્યા હતા. તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

QX Global group ltd MOU, with Gujarat Government

મુખ્યમંત્રીએ QX ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે. QX ગ્લોબલના ગૃપ સી.ઇ.ઓ શ્રીયુત ફ્રેન્ક રોબિન્સને આ MoU વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં ર૦૦૩-૦૪માં તેમના સહયોગથી શરૂ થયેલી આ QX ગ્લોબલ હવે ર૩૦૦ જેટલા આઇ.ટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બની છે.

આ ર૩૦૦ પૈકીના મોટાભાગના ૧૭૦૦ જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ MoU વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ આઇ.ટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Bhavnagar police road accident:હરિયાણાથી આરોપીને પકડીને પરત ફરી રહેલા પોલીસ જવાનોનું અકસ્માતમાં ભાવનગરના ચાર પોલીસકર્મીનાં મોત

Gujarati banner 01