Rajnath singh atam nirbhar edited

રાજનાથ સિંહે ચીન-પાક વિશે કહ્યું- ‘જો હમે છેડેગેં ઉન્હે હમ છોડેગેં નહીં, ચાહે વો કોઇભી હો’

Rajnath singh atam nirbhar edited

નવી દિલ્હી,30 ડિસેમ્બર : પાકિસ્તાન અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહએ કડક સંદેશો આપ્યો છે અને કહ્યું કે સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે ચીન સાથે એલએસી પર ચાલી રહેલા ગતિરોધનું વાતચીતથી પણ કોઈ ‘સાર્થક સમાધાન’ નીકળ્યું નથી અને યથાસ્થિતિ જળવાઈ રહેલી છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. સરહદ પર પાકિસ્તાન અને ચીનની મિલિભગતના સવાલ પર તેમણે કહ્યું કે, ‘અમે તમામ દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે જે અમને છંછેડશે તેને અમે છોડીશું નહી.’

whatsapp banner 1

રાજનાથ સિંહે કહ્યું કે, ‘એલએસી પર ગતિરોધનો ઉકેલ લાવવા માટે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય સ્તરની વાર્તાથી કોઈ ‘સાર્થક સમાધાન’ નીકળ્યું નથી. હજુ પણ સ્થિતિ યથાવત છે. તેમણે કહ્યું કે, ‘એ સાચુ છે કે ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ઓછો કરવા માટે સૈન્ય અને રાજનીતિક સ્તરે વાતચીત ચાલુ છે. પરંતુ હજુ તેમા સફળતા મળી નથી. જો યથાસ્થિતિ બની રહે તો તે સ્વાભાવિક છે કે તૈનાતીને ઓછી કરી શકાય નહી. આપણી તૈનાતીમાં કોઈ કમીન નહી થાય અને મને લાગે છે કે તેમની તૈનાતીમાં પણ કોઈ કમી નહીં આવે.’

રાજનાથ સિંહે કહ્યું કે ‘ચીને એલએસી પર પોતાની બાજુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. આપણે પણ કરી રહ્યા છીએ. પરંતુ તે કોઈ દેશ વિરુદ્ધ નથી.’ આ સાથે જ તેમણે કહ્યું કે ‘પાકિસ્તાન જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી નાપાક હરકત કરતું રહ્યું છે. આપણે પાકિસ્તાનને સરહદની સાથે સાથે સરહદ પાર જઈને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.’

આ પણ વાંચો…

UKથી ભારત આવેલા 20 લોકોમાં કોવિડ-19નો નવો સ્ટ્રેન મળી આવ્યો, સરકારે ગાઇડલાઇન્સમાં કર્યો વધારો