અમદાવાદ બાદ હવે રાજકોટ જેલના કેદીઓ બનશે RJ

સસસ edited

રાજકોટ, 30 ડિસેમ્બરઃ અમદાવાદ બાદ હવે રાજકોટ જિલ્લાની મધ્યસ્થ જેલના કેદીઓ પણ હવે FM રેડિયોની મજા માણી શકશે. રાજકોટ જેલના કેદીઓ માટે દરેક બેરેકમાં સ્પીકર સિસ્ટમ લગાવવામાં આવી છે. રાજ્યના જેલ DG કેએલ રાવે FM રેડિયો સિસ્ટમનું લોકાર્પણ કર્યું છે. 

જેલ SP જોશીએ જણાવ્યું કે, FM રેડિયો લોકલ FM સાથે ટાઈઅપ શરૂ કરવામાં આવ્યું છે. FMની સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 5 કેદીઓને રેડિયો જૉકીની તાલીમ આપવામાં આવશે. જે ગીતોની પ્રસ્તુતિ પહેલા વિગતોની રજૂઆત કરશે. 

whatsapp banner 1

આ કાર્યક્રમોમાં વચ્ચે-વચ્ચે જેલ સબંધી જાણકારી અને જેલ જીવ સાથે સંકળાયેલી વાતો રજૂ કરાશે. એનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી તમામ જરૂરી જાણકારીઓ જેલ સત્તાધીશો તરફથી કેદીઓ સુધી પહોંચાડવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મધ્યસ્થ જેલમાં આવી સુવિધા થોડા દિવસો પહેલા જ શરૂ કરવામાં આવી છે. હવે રાજકોટમાં આ વ્યવસ્થા 31 ડિસેમ્બરથી શરૂ થશે. જે બાદ આગામી દિવસોમાં વડોદરા અને રાજકોટ જેલમાં પણ FM રેડિયો ગૂંજશે.

આ પણ વાંચો…

રાજનાથ સિંહે ચીન-પાક વિશે કહ્યું- ‘જો હમે છેડેગેં ઉન્હે હમ છોડેગેં નહીં, ચાહે વો કોઇભી હો’