Sanand

Sanand: CM ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી શાહના જન્મદિવસની સાણંદ સાણંદની કન્યા છાત્રાલયની દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું

Sanand: મુખ્યમંત્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી કરી

સાણંદ, 22 ઓક્ટોબરઃ Sanand: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ભગિની કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.


મુખ્યમંત્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલયની બાળાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલય ની દીકરીઓ ની જરૂરિયાતો વિશે જાણીને તેને સત્વરે પૂર્ણ કરવા માટે કહ્યું હતું.


અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું હતું. આજે ભુપેન્દ્રભાઈ પટેલનુ દીકરીઓ માટેનું વ્હાલ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ અમદાવાદ જીલ્લા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા,ભગિની કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ આને સાણંદ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat BJP: ગુજરાતને 182 સીટો કબ્જે કરવા ભાજપના સંકલ્પ સાથે રાજ્યભરમાં અગ્રણી કાર્યકર્તાઓ સાથે પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા

Whatsapp Join Banner Guj