fb

facebook change name: બદલાઈ જશે ફેસબુકનું નામ, માર્ક ઝુકરબર્ગ ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત!

facebook change name:ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા

બિઝનેસ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ facebook change name: છેલ્લા 17 વર્ષોથી ફેસબુક એક જ નામથી ઓળખાય છે, પરંતુ હવે તેની રી-બ્રાન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલ છે કે, ફેસબુકનું નામ બદલાવાનું છે અને તેની સત્તાવાર જાહેરાત ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે. આગામી સપ્તાહે ફેસબુકની એક ઇવેન્ટમાં નવા નામની જાહેરાત થઇ શકે છે.

ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા કરશે પરંતુ તે પહેલા જ નામની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Sanand: CM ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી શાહના જન્મદિવસની સાણંદ સાણંદની કન્યા છાત્રાલયની દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું
માત્ર ફેસબુક જ નહીં, પરંતુ વિશ્વની મોટી ટેક કંપનીઓ મેટાવર્સમાં રોકાણ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગનું માનવું છે કે, આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે નહીં, પરંતુ એક મેટાવર્સ કંપની તરીકે ઓળખે.

Whatsapp Join Banner Guj