passenger train ac coach

Special Train Trips Extended: પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા

Special Train Trips Extended: યાત્રીઓની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ Special Train Trips Extended: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છે:

આ પણ વાંચો… PM Modi Meet With UAE President: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

  1. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 13 ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 18 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 13 ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 18 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09455 અને 09456 ના વધારેલા ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલ્લું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો