Train Timing Changed: વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર

Train Timing Changed: દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે

વડોદરા, 13 ફેબ્રુઆરીઃ Train Timing Changed: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલનને વધુ યોગ્ય બનાવવા માટે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો… Special Train Trips Extended: પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા

આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર:

  1. 13 ફેબ્રુઆરી 2024 ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે.
  2. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ ભગત કી કોઠીથી ઉપડતી ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 06.40/06.45 ના બદલે 06.40/07.00 રહેશે. અને ભરૂચ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 7.48/7.50 ના બદલે 7.58/8.00 રહેશે.
  3. 11 ફેબ્રુઆરી 2024ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 12490 દાદર – બિકાનેર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે. આણંદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 21.35/21.37ને બદલે 21.50/21.52 રહેશે. અને નડિયાદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 21.52/21.54 ના બદલે 22.07/22.09 રહેશે.
  4. 13 ફેબ્રુઆરી 2024ના રોજ, બિકાનેરથી ઉપડતી ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 6.40/6.45ને બદલે 6.40/7.00 રહેશે.
  5. 12 ફેબ્રુઆરી 2024ના રોજ યશવંતપુરથી ઉપડતી ટ્રેન નંબર 14805 યશવંતપુર – બાડમેર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 16.26/16.31ને બદલે 16.26/16.33 રહેશે. અને આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 17.02/17.04 ના બદલે 17.09/17.11 રહેશે.
  6. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ, બાડમેરથી ઉપડતી ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસનો આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 8.24/8.26 ના બદલે 8.14/8.16 રહેશે. વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 8.58/9.03 ના બદલે 8.48/9.08 રહેશે. અને અંકલેશ્વર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 9.57/9.59 ના બદલે 9.59/10.01 રહેશે.
  7. 12 ફેબ્રુઆરી 2024ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 14808 દાદર-જોધપુર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 6.07/6.12 કલાકને બદલે 6.17/6.22 કલાકનો રહેશે
  8. 13 ફેબ્રુઆરી 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14807 જોધપુર – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 15.25/15.30ને બદલે 15.35/15.40 રહેશે. અને ભરૂચ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 16.21/16.38 ના બદલે 16.36/16.41 રહેશે.
  9. 15 ફેબ્રુઆરી 2024ના રોજ વિશાખાપટ્ટનમથી ઉપડતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય સમય 21.54/21.59 કલાકને બદલે 22.04/22.09 કલાકનો રહેશે.
  10. 17 ફેબ્રુઆરી 2024ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 5.58/6.03ને બદલે 6.08/6.13 રહેશે.
  11. 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસનો આણંદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 1.49/1.51 કલાકને બદલે 1.56/1.58 કલાકનો રહેશે. અને નડિયાદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 2.05/2.07 ના બદલે 2.12/2.14 રહેશે.
  12. 17 ફેબ્રુઆરી 2024 ના રોજ,બાડમેરથી ઉપડતી ટ્રેન નંબર 19010 બાડમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 9.33/9.38 ના બદલે 9.38/9.48 રહેશે. અને અંકલેશ્વર સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 10.32/10.34 ના બદલે 10.42/10.44 રહેશે.

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો