Trains Frequency Extended News: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા

Trains Frequency Extended News: અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલને 10 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી

રાજકોટ, 31 જાન્યુઆરીઃ Trains Frequency Extended News: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનો ના ફેરા વિશેષ ભાડા પર લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલને 10 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલને 11 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલને 5 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા વીકલી સ્પેશિયલને 9 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09435, 09436 અને 09520 માટેનું બુકિંગ 1 ફેબ્રુઆરીથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Bhuj-Sabarmati train schedule: ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો