passenger train

Vadodara-Gorakhpur Festival Special Trains: પશ્ચિમ રેલવે વડોદરા-ગોરખપુર વચ્ચે તહેવાર વિશેષ ટ્રેનો દોડાવશે

Vadodara-Gorakhpur Festival Special Trains: વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે ગોરખપુર પહોંચશે

વડોદરા, 13 નવેમ્બરઃ Vadodara-Gorakhpur Festival Special Trains: મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની મોસમ દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ વડોદરા-હરિદ્વાર અને વડોદરા-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 09101/09102 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક) [6 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09101 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર, 20 નવેમ્બર અને 27 નવેમ્બર ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09102 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દર બુધવારે ગોરખપુરથી 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર, 22 નવેમ્બર અને 29 નવેમ્બર ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફરુખાબાદ, કાનપુર, લખનૌ, બારા બાંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તમે Indianrail.gov.in પર જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો… Kali Chaudas: દિવાળીની પૂર્વસંધ્યાથી પ્રભાત સુધીની રાત્રી કાળી ચૌદશ કહેવાઈ છે એની પાછળ પણ છે એક રસપ્રદ કથા..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો