Weekly Winter Special Train: પશ્ચિમ રેલવે વેરાવળ-સુરત વચ્ચે ચલાવશે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન

Weekly Winter Special Train: 12 ડિસેમ્બરથી શરૂ થશે વેરાવળ-સુરત સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન

રાજકોટ, 05 ડિસેમ્બરઃ Weekly Winter Special Train: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ (16 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે, રાજકોટ બપોરે 14.50 કલાકે પહોંચશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર 2023 થી 30 જાન્યુઆરી 2024 સુધી વેરાવળથી દોડશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડી રાજકોટ બીજા દિવસે સવારે 04.10 કલાકે અને વેરાવળ સવારે 08.05 કલાકે પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર 2023 થી 29 જાન્યુઆરી 2024 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09018 અને 09017નું બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Dahi Oats Recipe: સાંજના નાસ્તામાં ટ્રાય કરો સ્વાદિષ્ઠ દહીં ઓટ્સ, આ રહી બનાવવાની રીત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો