PM Narendra MOdi

Atal pension scheme: અટલ પેન્શન યોજના હવે થશે બંધ; પણ કોની માટે…! જાણો વિગતવાર

Atal pension scheme: આ યોજના ઓક્ટોબર મહિનાથી ઘણા લોકો માટે બંધ થઈ રહી છે

નવી દિલ્હી, ૧૦ સપ્ટેમ્બર: Atal pension scheme: જો તમે પણ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તમે પણ આ સરકારી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. આવતા મહિનાથી સરકાર આ સ્કીમ માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ યોજના ઓક્ટોબર મહિનાથી ઘણા લોકો માટે બંધ થઈ રહી છે એટલે કે હવે દેશના ઘણા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે.

ઓક્ટોબર 2022થી લાગૂ થશે નિયમ

ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજનાના નવા નિયમો હેઠળ ઇનકમ ટેક્સ ભરનારા લોકો આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સરકારી સ્કીમનો નવો નિયમ ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે.

ટેક્સપેયર 30 સપ્ટેમ્બર સુધી લઈ શકશે લાભ

આવી સ્થિતિમાં જો તમે પણ ટેક્સપેયર છો અને આ સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે માત્ર સપ્ટેમ્બર મહિનાનો સમય છે. આવતા મહિનાથી તમે તેનો લાભ લઈ શકશો નહીં. ટેક્સપેયર 30 સપ્ટેમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકશે.

પહેલાથી ઓપન એકાઉન્ટ ચાલતા રહેશે

જેમણે પહેલેથી એકાઉન્ટ ખોલાવ્યું છે તેમને આ યોજનાનો લાભ મળતો રહેશે. જો અટલ પેન્શન યોજના એકાઉન્ટ 1 ઓક્ટોબર પછી ખોલવામાં આવે છે, અને જો તે વ્યક્તિ પહેલેથી જ ઇનકમ ટેક્સ ચૂકવતો હોય, તો તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

આ સ્કીમનો લાભ કોઈ લઈ શકે છે

18-40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. જો તમે પણ પેન્શનનો લાભ લેવા માંગતા હોવ, તો તમે તેમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ઉપરાંત આ સ્કીમમાં તમને ઇનકમ ટેક્સની કલમ 80CCD હેઠળ કર મુક્તિનો લાભ મળે છે.

ક્યાથી ઓપન કરાવી શકો છો એકાઉન્ટ

કેન્દ્ર સરકારે પહેલા આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી, પરંતુ પછી તેની લોકપ્રિયતાને જોતા સરકારે તેને 18 વર્ષથી 40 વર્ષ સુધીના તમામ લોકો માટે ખોલી દીધી હતી. આ યોજનામાં જોડાવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ પણ વાંચો: Heroin seized from kolkata port: ગુજરાત એટીએસે કોલકાતામાંથી આટલા કરોડનું હેરોઇન કર્યું જપ્ત, જુઓ કેવી રીતે…

Gujarati banner 01