Harsh sanghvi statement: રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ હર્ષ સંધવી

Harsh sanghvi statement: ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું: હર્ષ સંઘવી

ગાંધીનગર, ૦૯ સપ્ટેમ્બર: Harsh sanghvi statement: ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અને સ્પેશિયલ પેકેજને લઈને આજે મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ ભંડોળ આપવામાં આવ્યું. પોલીસના સ્ટાફને અલગ દિશામાં લઇ જવામાં આવે છે. તેમણે પોલીસ એફિડેવિટના મામલે પણ રિએક્શન આપ્યું હતું કે, એફિડેવિટ કાઢવા માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને કહ્યું છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું.

તેમણે કહ્યું કે, ડ્રગ દુનિયાભરના દેશોમાં પેશન સ્ટેટમેન્ટ છે. ભારતમાં આ કંટ્રોલમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ ડ્રગ પર હલ્લાબોલ બોલાવ્યો છે. છેલ્લા એક વર્ષ માં 6500 કરોડ નું ડ્રગ પકડ્યું છે. આજે ગુજરાત એટીએસ સુરત ક્રાઇમ બ્રાન્ચ ને અભિનંદન આપું છું. રૂબરૂ ક્રાઇમ બ્રાન્ચ ને અભિનંદન આપ્યા. ગઈકાલે કલકત્તામાં 49 kg ડ્રગ પકડાયો. ગુજરાત પોલીસ ની સાથે મળી ડીઆરઆઈ એ ડ્રગ પકડ્યું છે.

દેશભરમાં ડ્રગ નું નેટવર્ક તોડી પાડવા કામ કર્યું છે. પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ બોલાવ્યું છે. ગુજરાત પોલીસ DRI કોસ્ટગાર્ડ સાથે મળી કામ કરે છે. અનેક રાજ્ય ના નેટવર્ક તૂટવાના કારણે ગુજરાત પોલીસ ને બદનામ કરવા અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યા. જે લોકો વૈભવી જીવન જીવતા લોકોએ ગુજરાત પોલીસ ને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કાલે ગુજરાત ATS દ્વારા સણસણતો જવાબ આપ્યો છે. છેલ્લા અનેક મહિનાઓમાં અલગ અલગ રાજ્યો માં ડ્રગ ના નેટવર્ક તોડી નાખ્યા છે. જે રાજ્ય માં જેની સરકાર હોય તો ડ્રગ વિરોધી લોકો તેને બદનામ કરે છે. દુઃખ કોને થાય છે એ લોકો એ વિચારવાનું છે . ડ્રગ ના નેટવર્ક તૂટવાથી પાકિસ્તાન અફઘાનિસ્તાન ના લોકો પરેશાન.

આ લોકો ડ્રગ ના રૂપિયા ક્યાં ઉપયોગ થાય એ જાણો છો. કોઈ ડ્રગ પોલીસ મથક માં આપી જતું નથી. દરેક રાજ્ય સાથે સરખામણી કરવી જોઈએ. ડ્રગ જેવા વિષય પર રાજનીતિ કરનાર ને ઓળખવા જોઈએ જનતા એ તેને સબક સીખવાડવા જોઈએ. ડ્રગ ડીલરો ને ફાયદો કરનારા લોકો સાવચેત થઈ જાય.

ગુજરાત પોલીસે અનેક રાજ્યો માં ડ્રગ પકડી યુવાનો ના જીવ બચાવ્યા છે. ગુજરાત પોલીસે નવી દિલ્લી માં ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી મોટું ઓપરેશન પર પાડવામાં આવ્યું. વહદ ઉલ્લા ખાન અફઘાન ના નાગરિક ને પકડવામાં આવ્યા. દિલ્લી પોલીસ ને લિંક માં 1000 કરોડ નું વધારા નું દ્રગ મળ્યું. જાખાઉં 1480 કરોડ નું ડ્રગ પકડાયો. ડ્રગ માં જે લોકો ને પકડવામાં આવ્યા તે આંતરરાષ્ટ્રીય ગેંગ ના સભ્યો છે.

આ પણ વાંચો: Atal pension scheme: અટલ પેન્શન યોજના હવે થશે બંધ; પણ કોની માટે…! જાણો વિગતવાર

Gujarati banner 01