RTPCR test in Ambaji: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતાતાલુકા અને આ.વિભાગનાં સંયુક્તપણે અંબાજીથી લોકોનાં RTPCR સેમ્પલ લેવામાં

RTPCR test in Ambaji: મંદિર ખુલે તે પહેલાં અંબાજી માં સ્થાનિક લોકો નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૨૮ જાન્યુઆરીઃ RTPCR test in Ambaji: હમણાં કોરોના ની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના કેસ માં દિનપ્રતિદન વધઘટ થઇ છે ને સાથે દાંતા તાલુકામાં કોરોનાની પરીસ્થીતી ને ધ્યાન માં લઇ આરોગ્ય તંત્ર સજ્જ બન્યુ છે. એટલુંજ નહીં કોરોના નું સંક્રમણ વધુ નાં ફેલાય તેને લઇ અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે.

આગામી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે ને ત્યાર બાદ સરકાર ની એસ.ઓ.પી પ્રમાણે મંદિર ખુલશે ને હવે પછી જ્યારે પણ મંદિર ખુલે તે પહેલાં અંબાજી માં સ્થાનિક લોકો નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ (RTPCR test in Ambaji) ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા અને આરોગ્ય વિભાગ નાં સંયુક્ત પ્રયાસો થી અંબાજી નાં વિવિધ વિસ્તારો માંથી લોકો નાં આર.ટી.પી.સી.આર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Budget 2022-23: 1લી ફેબ્રુઆરીએ પેપરલેસ સ્વરૂપમાં રજૂ થશે કેન્દ્રીય બજેટ, આ વર્ષે નહીં થાય હલવા સિરેમની! તૂટશે વર્ષો જૂની પરંપરા

મંદિર ખુલે તે પહેલાં તમામ લોકો નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરી અંબાજી ગામ કોરોના થી સુરક્ષીત બને તેવાં પ્રયાસ હાલ આરોગ્ય વિભાગ કરી રહ્યુ છે તેમ ડૉ.નીધી ત્રિવેદી(મેડીકલ ઓફીસર) દાંતાએ જણાવ્યુ હતુ જોકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા સતત ત્રીજી વખત આ રીતે આરટીપીસીઆર ની સેમ્પલીંગ ના કેમ્પ કરી સતત પ્રજા ઉપયોગી કામગીરી સાથે સંકળાયેલી રહી છે જે ને એક સાચી સેવાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.

Gujarati banner 01