india team

2nd Test IndvsEng: ભારતીય ટીમની શાનદાર જીત, અશ્વિને કર્યો સારો દેખાવ- અક્ષરે લીધી પાંચ વિકિટ

2nd Test IndvsEng

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેન્ડ(2nd Test IndvsEng) વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે. 482 રન પાછળ ભાગતા ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. ભારતે પહેલી ટેસ્ટ મેચનો બદલો લઇ લીધો છે. બીજી ટેસ્ટ સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રનોથી હરાવી છે.

આ જીત સાથે ભારતીય ટીમેં સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. આજની મેચમાં અશ્વિને સારો દેખાવ કર્યો. અશ્વિને મેચમાં કુલ 8 વિકેટ લીધી અને સદી બનાવી. ભારતીય ટિમે ઇંગ્લેન્ડ 482 રનોનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 164 રનો પર આઉટ થઇ ગયા છે. અક્ષર પટેલે પોતાની પહેલી મેચમાં પાંચ વિકેટ લીધી.

ભારતે બીજી ટેસ્ટ મેચ 317 રને જીતી છે. ઇંગ્લેન્ડ તરફથી આઉટ થવામાં છેલ્લા ખેલાડી મોઇન અલી રહ્યા. કુલદીપે તેમને રિષભ પંતના હાથે સ્ટમ્પ કરાવ્યો. કુલદીપની આ બીજી વિકેટ રહી. મોઇન અલીએ 18 બોલમાં 43 રન કર્યા. તેઓ ઇંગ્લેન્ડ તરફથી ટોપ સ્કોરર રહ્યા. ત્યાં જ ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ વિકેટ લીધી. એ ઉપરાંત આર અશ્વિને 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ લીઘી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Privatization: આ ચાર બેંકોનું થવા જઇ રહ્યું છે ખાનગીકરણ, જાણો તમારું એકાઉન્ટ તો આ બેંકમાં નથી ને?