school pravesh utsav

Danta School Entrance Ceremony: દાંતા તાલુકાના ચિખલા પ્રાથમીક શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Danta School Entrance Ceremony: આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા તાલુકાના ચિખલા પ્રાથમીક શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો ને છેલ્લો દિવસ

  • કમિશ્નર દિલિપ રાણાએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરી
  • બાળકોએપણ સરસ્વતિ વંદના કરી
  • આંગણવાડી અને ધોરણ-૧ ના બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ સાથે ચોકલેટ આપી શાળા પ્રવેશ અપાવ્યો
  • આદિજાતિ વિભાગના કમિશ્નર દિલીપ રાણા એ સાંપ્રત સમયમાં શિક્ષણની જરૂરિયાત અને મહત્વ પર ભાર મુકયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 25 જૂન:
Danta School Entrance Ceremony: ગુજરાત માં શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો ને છેલ્લો દિવસ છે ત્યારે મહત્તમ આદિવાસી વિસ્તાર ગણાતા એના દાંતા તાલુકાના ચિખલા પ્રાથમીક શાળા માં આદિજાતિ વિભાગ, ગાંધીનગરના કમિશ્નર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આંગણવાજી અને પ્રાથમીક શાળા ના બાળકો ને દીકરીઓ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કમિશ્નર દિલિપ રાણાએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરી હતી અને બાળકોએપણ સરસ્વતિ વંદના કરી હતી હર્ષ અને ઉત્સાહભર્યામાં માહોલમાં આંગણવાડી અને ધોરણ-૧ ના બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ સાથે ચોકલેટ આપી શાળા પ્રવેશ અપાવ્યો હતો.

 Danta School Entrance Ceremony

આ પ્રસંગે (Danta School Entrance Ceremony) કમિશ્નર દિલીપ રાણાએ સાંપ્રત સમયમાં શિક્ષણની જરૂરિયાત અને મહત્વ ઉપર ભાર મુકતા કન્યા કેળવણી અને બાળકોને ભણાવવા માટે ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ સાથે અંબાજી ભાજપા મંડળના પ્રભારી ઇશ્વરભાઇ સોલંકીએ છેવાડાના ગામોમાં શિક્ષણ અને સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તેવું આહવાન કર્યું હતું. તેમજ આદીવાસી આગ્રણીઓ અંબાજી ભાજપામંડળના પદાધીકારીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જોકે આદિજાતિ વિભાગના કમિશ્નર દિલીપ રાણા એ સાંપ્રત સમયમાં શિક્ષણની જરૂરિયાત અને મહત્વ પર ભાર મુકયો હતો.

આ પણ વાંચો..અમદાવાદ ના પરિમલ ગાડઁન પાસે આવેલ કોમપલેક્ષ મા લાગી આગ

Gujarati banner 01