Anil Mukim Mehsana 3

મહેસાણા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

  • જિલ્લાના નાગરિકો માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ની સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુંરોધ કરતા રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ
  • જિલ્લામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા તમામ પ્રયત્નો કરીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ
  • કોવિડ-૧૯ના પોઝીટીવ દર્દીઓના કોન્ટેક્ટ સર્વેલન્સ સઘન બનાવીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ
Anil Mukim Mehsana 3

મહેસાણા,૧૩ જુલાઇ ૨૦૨૦
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમનીઅધ્યક્ષતામાં મહેસાણા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમે જણાવ્યું હતું કે કોવિડ -૧૯ રોગ અટકાતી પગલાં સંદર્ભે ટીમ મહેસાણા પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓનો મૃત્યુ દર ઘટાડી શૂન્ય સુધી લાવવા તમામ સઘન કામગીરી કરવા જણાવ્યું હતું જિલ્લાની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવે જણાવ્યું હતું કે માઇક્રોકન્ટેઇમેન્ટમાં સરકાર દ્વારા સુચવેલમાર્ગદર્શિકાનું ચુસ્તતાપણે પાલન થાય તે જરૂરી છે. આ ઉપરાંત જિલ્લામાં નોંધાયેલ ૫૦૦ જેટલા કેસોમાં ૨૪૬૭૬ વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસીંગ કરેલ છે જે જિલ્લાની સારી કામગીરી છે તેમ જણાવી જિલ્લામાં વધુમાં વધુકોન્ટેક્ટ ટ્રેસીંગ થાય તે માટે સુચનો કર્યા હતા.

Anil Mukim Mehsana 7


મહેસાણા જિલ્લામાં ૫૦૦ થી વધુ મોટા ઔધોગિક એકમોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે ૦૧ લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે.તેમજ જિલ્લામાં સુક્ષ્મ,લધુ અને મધ્યમના ૦૭ હજારથી વધુ એકમોમાં ૦૨ લાખથી વધુ રોજગારીનું નિર્માણ થયેલ છે. મુખ્ય સચિવશ્રી દ્વારા આ તમામ ઔધોગિક એકમો,એમ.એમ.એમ.ઇ,ઔધોગિક એસ્ટેટ,ઔધોગિક પાર્ક સહિત તમામ વ્યવસાયના સ્થળોએ કોવિડની સુચવેલ તમામ માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સંબધિત અધિકારીઓને સુચન કર્યું હતું.

Anil Mukim Mehsana 6


જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્યની માળખાકીય સુવિધાની સમીક્ષા મુખ્ય સચિવશ્રી દ્વારા કરાઇ હતી. જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા,વડનગર અને કડી ખાતે ૩૨૦ પથારીની સુવિધા સહિત આઇ.સી.યુ વોર્ડ,ઓક્સિજન અને વેન્ટીલેટર સહિતની તમામ સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં ગીતાંજલી હોસ્ટેલ ખેરવા ખાતે ૮૦ બેડનીઆઇસોલેશન સુવિધાની સમીક્ષા કરાઇ હતી જિલ્લામાં આગામી સમયમાં કોવિડ હોસ્પિટલની ૪૬૦ પથારીની સુવિધા અને આઇસોલેશનની ૫૧૫ પથારીની સુવિધા માટે પણ જિલ્લા તંત્રએ તમામ તૈયારીઓ કરેલ છે જેની સમીક્ષા અને સુચનો મુખ્ય સચિવશ્રી દ્વારા કરાયા હતા.
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સ,૧૫ જેટલા ધનવંતરી રથ દ્વારા સર્વેલન્સ અને કામગીરીની સમીક્ષા કરાઇ રહી છે..મહેસાણા જિલ્લામાં શિક્ષકો દ્વારા કોવિડ-૧૯ની આઇ.ઇ.સી પ્રવૃતિ કરાઇ રહી છે જેમાં આજ દિન સુધી ૦૫ લાખ જેટલા લોકોને પેમ્ફલેટ વિતરણ કરાયું છે જે પ્રવૃતિ સતત ચાલી રહી છે જે કામગીરીથી મુખ્ય સચિવશ્રીને વાકેફ કરાયા હતા.

Anil Mukim Mehsana 2


મહેસાણા જિલ્લામાં કોન્ટેક્ટ સર્વેલન્સ માટે ૩૪ જેટલી ટીમો દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ થઇ રહ્યું છે જેની માહિતી પણ અપાઇ હતી.જિલ્લામાં કોવિડ-૧૯નું સાહિત્ય વિતરણ,હેન્ડબિલનું વિતરણ,માઉન્ટેડ વ્હીકલ દ્વારા જાગૃતિ ઝુંબેશ,હોર્ડિગ્સ સહિત જીંગલ દ્વારા કરાઇ રહેલ પ્રચાર-પ્રસારની પ્રવૃતિથી વાકેફ કરાયા હતા જિલ્લામાં કોર્મોબીડ વ્યક્તિઓ સાથે સતત સંપર્ક,ધનવંતરી રથ દ્વારા આરોગ્ય સેવાઓનું વિસ્તરણ જેથી રોગ નિવારક કેસોની પ્રારંભિક ઓળખ થઇ શકે તે માટે સઘન સર્વેલન્સ,તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સ,વર્ગ ૦૧ અને ૦૨ ના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ઝુંબેશ સહિત સરકારી સેવાઓ જેવી કે આવકનું પ્રમાણપત્ર,રાશનકાર્ડ, ઉતારા જેવી વ્યવસ્થાઓ ગ્રામ્ય કક્ષાએ ઉપલ્બધ કરવા સહિતની તમામ કામગીરીથી મુખ્ય સચિવશ્રીને વાકેફ કરાયા હતા. મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન તેમજ જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી થઇ રહી છે જિલ્લામાં ૨૦,૭૩૨ વ્યક્તિઓ પાસેથી રૂ ૪૧,૪૬,૪૦૦ અને ૫૯૩૧ વાહનોને ડીટેઇન કરી ૩૪,૧૪,૯૦૦ નો દંડ કરી કુલ આજ દિન સુધી ૭૫,૬૧,૩૦૦ની દંડાત્મક કાર્યવાહી કરાઇ છે જે વિગતોથી મુખ્ય સચિવશ્રી વાકેફ થયા હતા.


મુખ્ય સચિવશ્રી અનીલ મુકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, વિભાગીય નિયામક ડો.બીનાબેન વડાલીયા,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની, સિવિલ સર્જન એચ.એન.પરમા,અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણું પટેલ,આરોગ્યના અધિકારીઓ, પ્રાન્ત અધિકારીશ્રીઓ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત હ્યા હતા

રિપોર્ટ: જિલ્લા માહિતી કચેરી, મહેસાણા