AAP CM Candidate voting

AAP CM Candidate voting: મુખ્યમંત્રી બનાવવા માટે જનતાનો અભિપ્રાય જાણવા માટે નંબર જારી કરીએ છીએ :અરવિંદ કેજરીવાલ

AAP CM Candidate voting: ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર લોકોને તેમના મુખ્યમંત્રી પસંદ કરવાની તક આપવામાં આવી હતી.

AAP CM Candidate voting; 6357000360, આ નંબર પર જનતા મુખ્યમંત્રી પસંદ કરવા માટે વોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ અને વોઈસ મેસેજ મોકલી શકે છેઃ અરવિંદ કેજરીવાલ

  • ગુજરાતમાં ‘આપ’ના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે અમે એક ઈમેલ આઈડી, aapnocm@gmail.com પણ જારી કરી રહ્યા છીએઃ અરવિંદ કેજરીવાલ
  • 3 નવેમ્બરની સાંજ સુધીમાં ગુજરાતના લોકો મુખ્યમંત્રી માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, 4 નવેમ્બરે અમે પરિણામ જાહેર કરીશુંઃ અરવિંદ કેજરીવાલ

27 વર્ષમાં ભાજપ પાસે એવું કોઈ કામ નથી જે તેમણે જનતા માટે કર્યું હોય: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ , 29 ઓક્ટોબર: AAP CM Candidate voting; આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. 27 વર્ષમાં ભાજપે એવું એક પણ કામ કર્યું નથી જે તેમણે લોકો માટે કર્યું હોય. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટી અને કેજરીવાલને અપશબ્દો કહેવા પર ધ્યાન આપેછે. જ્યારે પણ તેમને પૂછો કે તમે આ 27 વર્ષમાં શું કર્યું છે, તો તેમની પાસે કહેવા માટે કોઈ કામ નથી. જો તેમને પૂછો કે તેઓ આગામી 5 વર્ષમાં શું કરવા જઈ રહ્યા છે, તો તેમની પાસે હજુ કોઈ એજન્ડા નથી. મોંઘવારી અને બેરોજગારી એમ બે બાબતોથી લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.

સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોંઘવારી દર છે. ગુજરાતનો સામાન્ય માણસ મોંઘવારીથી ત્રસ્ત છે. આવી સ્થિતિમાં, વાત આપોઆપ ફેલાઈ રહી છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સારું કામ કર્યું અને હવે પંજાબમાં પણ સારું કામ કરી રહી છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા ક્ષેત્રોમાં મફત સુવિધાઓ આપીને, મહિલાઓને સન્માન રાશિ, બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપીને આમ આદમી પાર્ટી મોંઘવારીમાં રાહત આપી રહી છે. આ તમામ બાબતો ગુજરાતની જનતામાં આપોઆપ ફેલાઈ રહી છે, એટલે કે ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.

આમ આદમી પાર્ટીના લોકો જનતાને પૂછીને મુખ્યમંત્રી પસંદ કરે છેઃ અરવિંદ કેજરીવાલ

ભાજપે 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલી નાંખ્યા. પહેલા વિજય રૂપાણી હતા, હવે ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે. તેઓએ આવું કેમ કર્યું? શું તમે માનો છો કે વિજય રૂપાણીમાં કોઈ ગરબડ હતી? ખબર નથી કે તે ભ્રષ્ટ હતા એટલે દૂર કરવામાં આવ્યા કે તે લાયક ન હતા તેથી દૂર કરવામાં આવ્યા. વિજય રૂપાણી સાહેબને લાવવામાં આવ્યા ત્યારે જનતાને પૂછવામાં આવ્યું ન હતું. આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં લોકો નક્કી કરે છે કે કોણ મુખ્યમંત્રી બનશે. પરંતુ આ લોકોએ 2016માં જનતાને પૂછ્યું પણ નહોતું કે શું વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવા કે નહીં અને પછી 2021માં વિજય રૂપાણીને હટાવવા જોઈએ કે નહીં તે પણ પૂછ્યું નથી.

આ લોકોએ એ પણ પૂછ્યું નથી કે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા જોઈએ કે અન્ય કોઈને. પરંતુ અમે આવું નથી કરતા, આમ આદમી પાર્ટીના લોકો જનતાને પૂછીને જનતા માટે મુખ્યમંત્રી પસંદ કરે છે. જ્યારે પંજાબમાં ચૂંટણી થઈ ત્યારે અમે લોકોને પૂછ્યું હતું કે તમે મુખ્યમંત્રી તરીકે કોને ઈચ્છો છો. ત્યારે લોકોએ જંગી બહુમતીથી કહ્યું હતું કે ભગવંત માન જીની જરૂર છે અને જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે લોકોની ઈચ્છા પ્રમાણે ભગવંત માનને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

મુખ્યમંત્રી બનાવવા માટે જનતાનો અભિપ્રાય જાણવા માટે નંબર જારી કરીએ છીએ, 6357000360: અરવિંદ કેજરીવાલ

સમગ્ર ગુજરાતમાં માહોલ છે કે, આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. અને જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આમ આદમી પાર્ટીની સરકારના જ મુખ્યમંત્રી હશે, તેથી અમે જનતાને પૂછવા માંગીએ છીએ કે તેઓ કોને તેમના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. અમે લોકોના અભિપ્રાય જાણવા માટે એક નંબર જારી કરી રહ્યા છીએ 6357000360, આ નંબર પર લોકો વોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ અને વૉઇસ મેસેજ પણ મોકલી શકે છે. આ સિવાય અમે એક ઈમેલ આઈડી, aapnocm@gmail.com પણ જારી કરી રહ્યા છીએ, આમ તમે અમને આ 4 રીતે કહી શકો છો કે તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો. 3 નવેમ્બરની સાંજ સુધી આ નંબર કાર્યરત રહેશે અને 4 નવેમ્બરે અમે ગુજરાતની જનતાને કહીશું કે શું પરિણામો આવ્યું છે.

હવે ચૂંટણીને એક મહિનો બાકી છે, આ લોકો પુરાવા શોધી રહ્યા છે કે મારા પર આરોપ લગાવે અને મને જેલમાં ધકેલી દેે : અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ પર આરોપો લગાવવા પર અરવિંદ કેજરીવાલએ કહ્યું કે, મારે કોઈ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જો હોત તો હું અત્યારે અહીં બેઠો ન હોત, આ લોકોએ મને પકડીને જેલમાં નાખી દીધો હોત. ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે, આ લોકો માત્ર મારા પર આરોપ લગાવવા અને મને જેલમાં ધકેલી દેવાના પુરાવા શોધી રહ્યા છે. આ લોકોએ કહ્યું કે દારૂના કૌભાંડમાં મનીષ સિસોદિયાનો હાથ છે. જો તેમણે આવું કંઈ કર્યું હોત તો તેમને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોત.

આ પણ વાંચો..PM program on 31 October: PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

આપણે આપણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવીશું તો ભગવાનના આશીર્વાદ મળશે અને દેશની પ્રગતિ થશેઃ અરવિંદ કેજરીવાલ

નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાના મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું એવું નથી કહેતો કે ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાથી બધું થઈ જશે. મેં એવું કહ્યું છે કે દેશને ચલાવવા માટે દરેક ક્ષેત્રમાં સારી નીતિની જરૂર છે, સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, સખત મહેનતની જરૂર છે. પરંતુ આ બધી બાબતો ભગવાનના આશીર્વાદ વિના સફળ થશે નહીં. આપણે ઘરે પણ ભગવાનની પૂજા કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પૂજા કરીને સુઈ જઈએ છીએ. આપણે ઓફિસે જઈએ છીએ, આપણે કામ કરીએ છીએ, આપણે સખત મહેનત કરીએ છીએ, આપણે શ્રમ કરીએ છીએ, પરંતુ શ્રમ ત્યારે જ ફળે છે જ્યારે ભગવાનના આશીર્વાદ આપણી સાથે હોય. તેવી જ રીતે જો આપણે આપણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવીએ તો ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને દેશની પ્રગતિ થશે.

ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે લોકો આમ આદમી પાર્ટી સાથે છેઃ અરવિંદ કેજરીવાલ

આજે ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપના લોકો જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે, તે સાબિત કરે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આ લોકો કોંગ્રેસથી ડરતા નથી, આ લોકો માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે લોકો આમ આદમી પાર્ટી સાથે છે. અમે હંમેશા જનતાની સુવિધા માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા મુદ્દાઓની વાત કરીએ છીએ તેથી ભાજપ ડરેલી છે.

દિલ્હીમાં અત્યારે MCDની ચૂંટણી થઈ રહી છે, આ યમુનાને સાફ કરવાની ચૂંટણી નથી, કચરાના પહાડની ચૂંટણી છેઃ અરવિંદ કેજરીવાલ

યમુનાની સફાઈના મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ લોકોએ ગુજરાતના તમામ મુદ્દાઓ ખતમ કરી દીધા છે, તેથી આ લોકો દિલ્હીના મુદ્દા ઉઠાવી રહ્યા છે. યમુનાની સફાઈ દિલ્હીનો મુદ્દો છે. 2020માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે મેં દિલ્હીની જનતાને વચન આપ્યું હતું કે 2025 સુધીમાં હું યમુનાને સાફ કરાવી દઈશ. અને મારા વચન મુજબ, 2025 સુધીમાં યમુનાને સફાઈ કરાવી દઈશું. અત્યારે જે ચૂંટણી થઈ રહી છે તે MCDની ચૂંટણી છે, તે યમુનાની સફાઈની ચૂંટણી નથી, કચરાના પહાડની ચૂંટણી છે.

જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો કંઈ મફતમાં નહોતા આપતા, તો 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું?: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા અમે કહેતા હતા કે સરકાર પાસે પૈસા નથી અને દિલ્હી સરકાર ખોટમાં ચાલી રહી છે, પરંતુ અમારા આવ્યા પછી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે અને અમે કેટલુંક મફત પણ આપીએ છીએ. આ લોકો કહે છે કે પંજાબ સરકાર ખોટમાં છે, પરંતુ અમે આવતાની સાથે જ વીજળી ફ્રી કરી દીધી છે. 20000 સરકારી નોકરીઓ બહાર પાડી અને કાચા શિક્ષકોને કાયમી કર્યા. અમે રડતા નથી કે પૈસા નથી, અમે તો અમારું કામ કરતા જ રહીએ છીએ. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું? આ લોકો બધા પૈસા ખાય છે. અમે સાંભળ્યું છે કે ધારાસભ્યની માસિક કમાણી ₹2000 હતી અને હવે તે 20000 કરોડના માલિક છે. અમે પૈસા ખાતા નથી, અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ.

તમામ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચી લેવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

અમારા પક્ષમાં કોઈ પદ માટે કામ કરતું નથી. જો કોઈ બહુ મોટા સમાજસેવક હોય, જેની સાથે બધા સમાજ અને આખો ગુજરાત જોડાયેલો હોય અને જનતા તેનું નામ લે અને કહે કે તેમને સીએમ બનાવો તો અમે તેને સીએમ ઉમેદવાર બનાવીશું. મહાત્મા ગાંધીનો ફોટો આજે પણ મારી ઓફિસમાં છે, તે ફોટો પહેલા પણ હતો અને આજે પણ છે. ભગવંત માનજીની ઓફિસમાં ગાંધીજીનો ફોટો પહેલા પણ હતો અને આજે પણ છે. અશોક ગેહલોત જીને પૂછો કે કોંગ્રેસના કેટલા ધારાસભ્યો વેચાયા, કેટલા બાકી છે અને ચૂંટણી પછી કેટલા વેચાશે? તેમની પાસે શું ગેરંટી છે કે ચૂંટણી પછી તેમના ઉમેદવારો તેમની સાથે રહેશે? આગામી 5 વર્ષ માટે તેમનો એજન્ડા શું છે? શું માત્ર કેજરીવાલને ગાળો આપવાથી ગુજરાતની જનતાને ફાયદો થશે? તમામ આંદોલનકારીઓ, પછી તે પાટીદાર આંદોલનના હોય, ખેડૂતોના આંદોલનના હોય, દલિત આંદોલન હોય કે અન્ય કોઈ આંદોલન હોય, તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.

લોકો પોતાની જાતે જ ઘરમાંથી બહાર આવીને સભામાં આવી રહ્યા છે અને આ પરિવર્તનની નિશાની છેઃ ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા કહ્યું કે, અમે જ્યારથી ગુજરાતમાં આવવાનું શરૂ કર્યું છે ત્યારથી અમે જોયું છે કે દરેક સભામાં જનતાનાં આવવાનો રેકોર્ડ બની રહ્યો છે અને એનાં પછી પણ સભાનો એ રેકોર્ડ તૂટી રહ્યો છે. લોકો પોતાની જાતે જ ઘરમાંથી બહાર આવીને સભામાં આવી રહ્યા છે અને આ પરિવર્તનની નિશાની છે. અમે પંજાબમાં પણ આવું જ થતું જોયું છે. જ્યારે અમે કહીએ છીએ કે અમે 300 યુનિટ વીજળી મફત કરીશું અને પછી લોકો તાળીઓ પાડે છે, તેનો સ્પષ્ટ અર્થ એ છે કે મોંઘી વીજળી એ ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો છે.

જ્યારે અમે કહીએ છીએ કે ગુજરાતમાં પેપર લીક નહીં થાય અને તે સમયે યુવાનો ઉભા થઈને તાળીઓ પાડે છે તો તેનો અર્થ એ થયો કે ગુજરાતના યુવાનો પેપર લીકથી ખૂબ હેરાન છે. વર્ષોની મહેનત પછી જ્યારે યુવાનોને ખબર પડે છે કે તેમનું પેપર લીક થયું છે, ત્યારે તેમનું દિલ તૂટી જાય છે. જ્યારે અમે કહીએ છીએ કે અમે સારી શાળાઓ, હોસ્પિટલો બનાવીશું, ત્યારે લોકો અમને સમર્થન આપે છે કારણ કે અહીં લોકો ખરાબ શાળાઓ, હોસ્પિટલોથી અહીંનાં લોકો પીડાય છે. દિલ્હી અને પંજાબના લોકો પણ અગાઉ આ બધી બાબતોથી પીડાતા હતા.

બીજી પાર્ટીઓ એ લૂંટવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે, જ્યાં મરજી થાય ત્યાં બસ ત્યાં જઈને લૂંટી લીધું અને બધે બધું વેચી નાખ્યુંઃ ભગવંત માન

વીજળી મફત કરવી એ કોઇ રોકેટ સાયન્સ નથી. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં વીજળી મફત કરી અને અમે પંજાબમાં વીજળી મફત કરી. અત્યારે પંજાબમાં 50 લાખ ઘરોનું વીજળી બિલ ઝીરો આવી રહ્યું છે. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અમે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે અને અત્યાર સુધીમાં અમે 200થી વધુ ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલી દીધા છે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. અમે 20000 સરકારી નોકરીઓ આપી દીધી છે અને આ બધું અમે માત્ર 7 મહિનામાં કર્યું છે. આ બધું ગુજરાતમાં પણ થઈ શકે છે. અમે જાણીએ છીએ કે ગુજરાતના લોકો પણ પરિવર્તન ઈચ્છે છે. જ્યારે ગુજરાતની જનતાને પૂછવામાં આવે છે કે, પરિવર્તન કોણ છે તો લોકો કહે છે કે આમ આદમી પાર્ટી જ પરિવર્તન છે. 77માંથી 20 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે,

જેના કારણે કોંગ્રેસ પર કોઈ વિશ્વાસ કરતુ નથી. તેમ છતાં કોંગ્રેસ આ વખતે ચૂંટણી પણ લડી રહી નથી. અમે માત્ર મુખ્યમંત્રી જ જનતાને પૂછીને નથી બનાવતા, પરંતુ જનતાને પૂછીને બજેટ પણ બનાવીએ છીએ. અમે વેપારીઓને પૂછીને જ અમારી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવી છે. અમે બેરોજગારોને પૂછીને રોજગાર પોલિસી બનાવીએ છીએ. આ જ સાચી લોકશાહી છે. બીજી પાર્ટીઓ એ લૂંટવાનો રેકોર્ડ બનાવી રાખ્યો છે, જ્યાં મરજી થાય ત્યાં બસ ત્યાં જઈને લૂંટી લીધું અને બધે બધું વેચી નાખ્યું. કહેવાય છે કે આ રાજકીય લોકો નદી કિનારે વસવાટ કરવા લાગે તો લોકો પાણી માટે વલખા મારશે. અમે સમાનતામાં માનીએ છીએ. જો એક વ્યક્તિ સફળ થાય અને બીજી સફળ ન થાય તો અમે તેને સફળતા નથી માનતા કારણ કે, અમે માનીએ છીએ કે જ્યારે આખો સમાજ સફળ થશે ત્યારે સમગ્ર ગુજરાત સફળ થશે અને આખો દેશ સફળ થશે.

ગુજરાતની જનતા જાતે જ પોતાનો મુખ્યમંત્રી પસંદ કરશે અને એમને ગાંધીનગર મોકલશે, ત્યારે ગુજરાતમાં સ્થિર સરકાર બનશેઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાત માટે ઉત્સાહ અને ગર્વનો દિવસ છે કારણ કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે જનતા કોને પસંદ કરે છે. અત્યાર સુધી આપણા પર કોઈ ને કોઈ વસ્તુ થોપવામાં આવતી હતી. જ્યારે જનતાની પસંદગીના મુખ્યમંત્રી મળતા નથી ત્યારે તેનો માર પ્રજાને ભોગવવો પડે છે. ભ્રષ્ટાચાર હોય, પેપર લીક હોય, બેરોજગારી હોય, આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે મુખ્યમંત્રી બની જાય છે. જે વ્યક્તિ મુખ્યમંત્રી બને છે તો તેનું કૈં ચાલતું નથી અને પ્રદેશ પ્રમુખ સરકાર ચલાવે છે.

આ બધી અસ્થિરતાનો ઉપાય જનતા પાસે છે. ગુજરાતની જનતા જાતે જ પોતાનો મુખ્યમંત્રી પસંદ કરશે અને એમને ગાંધીનગર મોકલશે, ત્યારે ગુજરાતમાં સ્થિર સરકાર બનશે, એવું આમ આદમી પાર્ટીનું માનવું છે. હું રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને રાષ્ટ્રીય નેતા ભગવંત માનજીનો આભારી છું કે તેમણે ગુજરાતને એક સારો મોકો આપ્યો છે પોતાના મુખ્યમંત્રી પસંદ કરવાનો.

આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01