AAP leader Reshma Patel

AAP leader violated code of conduct: આપ નેતા રેશ્મા પટેલે કર્યો આચાર સંહિતાનો ભંગ, વીડિયો થયો વાયરલ

AAP leader violated code of conduct: મતદાન મથક નજીક આપ નેતા રેશ્મા પટેલે ઝાડુ બતાવી મતદાન કર્યાનો વીડિયો વાયરલ થયો

ગાંધીનગર, 01 ડીસેમ્બર: AAP leader violated code of conduct: આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું હતું. મતદાન મથક નજીક ઝાડુ બતાવી મતદાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ

આ પણ વાંચો: Gujarat 1st phase election update: કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું…

Gujarati banner 01