Paresh dhanani

Gujarat 1st phase election update: કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું…

Gujarat 1st phase election update: પરેશ ધાનાણી પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા

ગાંધીનગર, 01 ડીસેમ્બર: Gujarat 1st phase election update: સૌરાષ્ટ્રનાં રાજકારણ માટે આજનો દિવસ મહત્ત્વનો છે. આજે સૌરાષ્ટ્રમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં તેમના પરિવાર સાથે સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યુ છે. તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા છે.

આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતાપિતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

11 મંત્રી સહિત 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં

પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઊતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે.

આ પણ વાંચો: Attack on BJP candidate: ગુજરાતમાં ભાજપના ઉમેદવાર પર હુમલો, વાંચો વિગતે….

Gujarati banner 01