Dilip sanghani

Dilip sanghani advice to hardik patel: ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને વ્યવહાર સુધારવાની સલાહ આપી, જાણો શું કહ્યું…

Dilip sanghani advice to hardik patel: ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર નિર્ભર : દિલીપ સંઘાણી

અમદાવાદ, 01 ડીસેમ્બર: Dilip sanghani advice to hardik patel: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ વચ્ચે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવનાર હાર્દિક પટેલને દિલીપ સંઘાણીએ સલાહ આપી છે. સંઘાણીએ હાર્દિકને BJPમાં રહીને BJPની વિચારધારા મુજબ વર્તન કરવાની સલાહ આપી છે.

ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને વ્યવહાર સુધારવાની સલાહ આપી છે. ભાજપમાં રહીને વિચારધારા પ્રમાણે વર્તન કરવાની હાર્દિકને સલાહ આપી છે. હાર્દિક પટેલ કોગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. તે વિરમગામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

મતદાન કર્યા બાદ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ અંગે જણાવ્યું કે, એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. અમારું કામ ઘડતર કરવાનું છે. ભાજપની વિચારધારામાં સેટ ન થાય તો ટકી શકે નહીં. સસ્પેન્ડ પણ કરે છે અને કાઢી પણ મૂકે છે.

રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ ભૂલ સુધારવા આવે તો અમારું સુધારવાનું તો કામ છે. રાષ્ટ્રને આવા સુધરેલા નાગરિકો આપવા છે. ભાજપની વિચારધારા સ્વીકારીને તેમને ભાજપે સભ્ય બનાવ્યા છે નહીં કે પાસના આંદોલન વિચારધારા સાથે. હાર્દિક પટેલનું ભવિષ્ય એના વ્યવહાર પર આધાર રાખે છે.

આ પણ વાંચો: AAP leader violated code of conduct: આપ નેતા રેશ્મા પટેલે કર્યો આચાર સંહિતાનો ભંગ, વીડિયો થયો વાયરલ

Gujarati banner 01