aap dandi yatra

AAP Yuva Adhikar Yatra: ‘આપ’એ જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી યુવા અધિકાર યાત્રાની કરી શરૂઆત

AAP Yuva Adhikar Yatra: યુવા અધિકાર યાત્રામાં ટેટ ટાટ પાસ કરેલ ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાયા.

  • AAP Yuva Adhikar Yatra: ‘આપ’ની એક જ માંગણી: જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરો અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરો.
  • ‘આપ’ના પ્રદેશથી લઈને સ્થાનિક નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુવા અધિકાર યાત્રામાં જોડાયા.

AAP Yuva Adhikar Yatra: આમ આદમી પાર્ટી દ્વારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આજથી યુવા અધિકાર યાત્રાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં યુવાનો સરકારી નોકરીની રાહ જોઈને બેઠા હતા અને સરકારે જ્ઞાન સહાયકના નામે વિદ્યાર્થીઓને કોન્ટ્રાક્ટ પર કામ કરવા મજબૂર કર્યા, તેના વિરોધમાં આ યાત્રાને શરૂ કરવામાં આવી છે.

દાંડીથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે અને આ યાત્રામાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈત્ર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના સહ પ્રભારી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રભારી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી સહિત સમગ્ર ગુજરાતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Surat Tourists in Vietnam: વિયેતનામમાં ફસાયેલા સુરતના પ્રવાસીઓ મુક્ત થયા –

ગુજરાતના યુવાનો વતી આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, તાત્કાલિક આ જ્ઞાન સહાયક યોજનાને રદ કરવામાં આવે અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે. આજે આ યોજનાના પીડિત મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ યુવા અધિકાર યાત્રામાં જોડાયા છે. ગુજરાતમાં વાલીઓએ ખેત મજૂરી કરીને અને દિવસ રાત પૈસા ભેગા કરીને પોતાના દીકરા દીકરીઓને ભણાવ્યા હતા અને તે ટાટની પરીક્ષા પાસ કરાવી હતી કારણ કે તેમને આશા હતી કે આ પરીક્ષા પાસ કર્યા બાદ તેમને કાયમી નોકરી મળશે.

પરંતુ સરકાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરી રહી છે અને 2013 થી એક પણ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવી નથી. આપ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સરકારને શિક્ષણ બાબતે કોઈ રસ નથી હાલ 32,000 શિક્ષકોની જગ્યા ખાલી છે 1600 જેટલી શાળાઓ એક શિક્ષક થી ચાલે છે માટે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી થાય તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે. આજે 13 ઓક્ટોબરના રોજ શરૂ થયેલ યુવા અધિકાર યાત્રા 20 ઓક્ટોબર ના રોજ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે પહોંચશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો