Accident between block and container

Accident between block and container: વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 11 લોકોનાં મોત નિપજ્યા

Accident between block and container: ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા

વડોદરા, 04 ઓક્ટોબરઃ Accident between block and container: વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 11 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ 4G Enabled laptop: રિલાયન્સ જીયો લાવશે 15,000 રૂ.માં 4G ઇનેબલ્ડ લેપટોપ, થોડા મહિનામાં જ બજારમાં જોવા મળે તેવી આશા

મૃતદેહો કોલ્ડરૂમમા પોષ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. આ બનાવમાં વિરપાલસિહ ચાવડા નામના માત્ર એકજ છકડા ચાલકની ઓળખ થઇ છે. અન્ય અજાણ્યા મૃતદેહોના પરિવારજનોને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું.છકડો રિક્ષામાં સવાર મુસાફરો અલગ અલગ બેઠા હતા.

આ પણ વાંચોઃ National Savings Monthly Income Account: મંથલી ઇન્કમ એકાઉન્ટમાં દર મહિને થશે કમાણી, અહીં જાણો આ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો

Gujarati banner 01