4G Enabled laptop

4G Enabled laptop: રિલાયન્સ જીયો લાવશે 15,000 રૂ.માં 4G ઇનેબલ્ડ લેપટોપ, થોડા મહિનામાં જ બજારમાં જોવા મળે તેવી આશા

4G Enabled laptop: રિલાયન્સ જિયોની ભારતમાં 42 કરોડથી પણ વધુ ગ્રાહકો છે. તે જલદી ગૂગલની સાથે મળીને 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરનારી છે

બિઝનેસ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ 4G Enabled laptop: રિલાયન્સ જિયો 4G ઇનેબલ્ડ લો કોસ્ટ લેપટોપ લોન્ચ કરનાર છે. એની કિંમત આશરે 15,000 રૂપિયા હશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા ગ્રુપે જિયોબુક માટે ક્વાલકોમ અને માઇક્રોસોફ્ટની સાથે પાર્ટનરશીપ કરી છે. રોઇટરે આને લઇને એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે.

રોઇટરના રિપોર્ટ અનુસાર, ક્વોલકોમ કંપની આર્મ લિમિટેડની ટેક્નોલોજીથી તૈયાર થયેલી ચિપસેટને જિયોના લેપટોપ માટે ઉપલબ્ધ કરાવશે. તો વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમ મેકર માઇક્રોસોફ્ટ એપ સપોર્ટ આપશે. કંપની આ લેપટોપને સસ્તા 4G જિયોફોનની રીતે ઉતારશે.

આ પણ વાંચોઃ National Savings Monthly Income Account: મંથલી ઇન્કમ એકાઉન્ટમાં દર મહિને થશે કમાણી, અહીં જાણો આ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો

જિયો તેના લેપટોપને ટેબ્લેટના વિકલ્પના રૂપે મૂકશે. જોકે જિયોએ તેના આ લેપટોપને લઇને કોઇ ટિપ્પણી કરી નથી. રિલાયન્સ જિયોની ભારતમાં 42 કરોડથી પણ વધુ ગ્રાહકો છે. તે જલદી ગૂગલની સાથે મળીને 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરનારી છે.

જિયોની લેપટોપને લોકલ લેવલે જ બનાવવામાં આવશે. એને કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર ફ્લેક્સ પ્રોડ્યુસ કરશે. રિસર્ચ ફર્મ IDC અનુસાર ગયા વર્ષે ભારતમાં પર્સનલ કોમ્યુટર શિપમેન્ટનો આંકડો 1.48 કરોડ યુનિટ હતો. આમાં HP, ડેલ અને લેનોવાની મોટી ભાગીદારી રહી. કાઉન્ટર પોઇંટના એનાલિસ્ટ તરુણ પાઠકે કહ્યું કે જિયો બુકના લોન્ચથી લેપટોપ માર્કેટ સેગમેન્ટમાં ઓછામાં ઓછો 15%નો વિસ્તાર હશે.

RILએ 45મી AGMની જાહેરાત કરી હતી. કંપની એને ગૂગલની સાથે પારેટનરશીપમાં બનાવી રહી છે. જિયો ફોન 5G ક્યાં સુધીમાં લોન્ચ થશે અને ફીચર શું હશે તેને લઇને વધુ જાણકારી આપી નથી. 2021માં રિલાયન્સ જિયો ગૂગલ સાથે મળીને જિયો ફોન નેક્સ્ટ 4G ફોનને લોન્ચ કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ woman gets emotional seeing arun govil: એરપોર્ટ પર ‘રામાયણ’ના ફૅમ અરુણ ગોવિલને જોઈને મહિલાએ પગે પડીને આશીર્વાદ લીધા- જુઓ વીડિયો

Gujarati banner 01