Gujarat police 600x337 1

Additional liability given to two IPS: રાજ્યના 2 IPS ને સોંપવામાં આવ્યો વધારાનો ચાર્જ

Additional liability given to two IPS: 1.નિર્લિપ્ત રાય અને 2. નિરજ બડગુજરને સોંપાયો વધારાનો ચાર્જ

અમદાવાદ, 01 જૂનઃAdditional liability given to two IPS: રાજ્યના 2 IPSને વધારાનો ચાર્જ IPS નિરજ બડગુજરનો સોંપાયો ચાર્જ IPS નિર્લિપ્ત રાયને પણ સોપાયો વધારાનો ચાર્જ ગુજરાતના 2 IPS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. જેમાં IPS નિરજ બડગુજરને પોલીસમહા નિરીક્ષક પ્લાનિંગ & મોર્ડનાઇઝેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તો IPS નિર્લિપ્ત રાયને પોલીસ મહાનિરીક્ષક કાયદો & વ્યવસ્થાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

થોડા દિવસો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂંક કરવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એન.એન.કોમર, આઈ.પી.એસ. (ગુજ:1996), અધિક પોલીસ મહાનિદેશક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર સંભાળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Cheating with traders unchanged: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ચીટિંગનો સિલસિલો હજુ ચાલુ

જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એસ.જી.ત્રિવેદી, આઈ.પી.એસ. (ગુજ:1999), પોલીસ મહાનિરીક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગર સંભાળી રહ્યાં છે. આ ચાર્જ સોંપણીની વ્યવસ્થામાં ફેરફાર કરી અન્ય હુકમો ન થાય ત્યાં સુધી પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યા પર નિરજકુમાર બડગુજર, આઈ.પી.એસ. (ગુજ:2008)ની એટેચ તરીકે નિમણૂંક કરવામાં આવે છે.

જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યાનો વધારાનો હવાલો નિર્લિપ્ત રાય, આઈ.પી.એસ. (ગુજ:2010), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Bawana gang threat: 2 દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાશે, FB પોસ્ટ…

Gujarati banner 01